Abtak Media Google News

આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને ૧૫ રને આખરી માત આપી છે. મહત્વનું છે કે રાજસ્થાન રોયલ્સે ૧૫૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રનનો પીછો કરતાં પંજાબની ટીમે ૭ વિકેટનાં નુકસાન સાથે ૨૦ ઓવરમાં ૧૪૩ રન જ બનાવી શક્યું.

આજની આ મેચમાં પહેલાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજની આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં ૮ વિકેટનાં નુકસાન સાથે કુલ ૧૫૮ રન બનાવ્યાં હતાં. જોસ બટલરે શાનદાર ઈનિંગ્સ સાથે સતત ત્રીજી મેચમાં હાફ સેન્ચુરી કરી હતી.

બટલરે સૌથી વધુ ૮૨ જેટલાં રન બનાવ્યાં હતાં. જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ ૯, કૃષ્ણપ્પા ગૌતમ ૮, સંજુ સેમસન ૨૨ અને બ્રેન સ્ટોક્સ ૧૪ રને આઉટ થયો હતો. આ મેચમાં એન્ડ્રુ ટાયે સૌથી વધુ ૪ વિકેટો ઝડપી લીધી હતી.લોકેશ રાહુલે  શાનદાર અણનમ  ૯૫ રન કર્યા હતા પરંતુ ટીમને જીતાડી શક્યો ન હતો અને કિંગ્સ ઇલેવન પંજાબે પણ પોતાની ટીમમાં  ફિન્ચ અને યુવરાજ જેવા ખેલાડીઓને સામેલ ન  કરીને રાજસ્થાન માટે જીત આસાન  કરી દીધી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.