Abtak Media Google News

ઈડન ગાર્ડનમાં થયેલા મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને ૦૬ વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવા માટેની સૌથી મોટી દાવેદાર બની ગઈ છે. આ જીત સાથે જ કોલકાતા પોઈન્ટ ટેબલમાં ૧૪ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગઈ છે. આ પહેલા પણ તે ૧૨ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને જ હતી.

વિસ્ફોટક શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ ૧૯ ઓવરમાં ૧૪૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી જોશ બટલર અને રાહુલ ત્રિપાઠીએ આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં રાહુલ ત્રિપાઠીની વિકેટ પડી ત્યાર બાદથી રાજસ્થાનનો ધબડકો શરૂ થયો અને ૧૯ ઓવરમાં આખી ટીમ ૧૪૨ રને તો પેવેલિયન ભેગી થઈ ગઈ. રાજસ્થાન તરફથી જોશ બટલર ૩૯ રન, રાહુલ ત્રિપાઠી ૨૭ અને જયદેવ ઉનાડકટે પાછળથી આવીને ૨૬ રનની ઈનિંગ રમી હતી. કોલકાતા તરફથી કૂલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર વીસ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.રસેલ અને ક્રિષ્નાએ બેબે વિકેટ ઝડપી હતી. જ્યારે માવી અને સુનિલ નારનને એકએક વિકેટ મળી હતી.

રાજસ્થાને આપેલા ૧૪૩ રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ કોલકાતાને સુનિલ નારને સારી શરૂઆત કરાવી હતી. જોકે, સુનિલ નારન બીજી જ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને આઉટ થઈ ગયો હતો. નારન ૭ બોલમાં ૨૧ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ બેન સ્ટોક્સે નારનને આઉટ કર્યા બાદ ચોથી ઓવરમાં ઉથપ્પાને પણ આઉટ કરી દીધો હતો, આમ કોલકાતાને ૩૬ રને બીજો ફટકો લાગી ગયો હતો. ઉથપ્પા માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ નીતિશ રાણાના રૂપમાં કોલકાતાને ત્રીજો ફટકો લાગ્યો હતો. નીતિશ રાણા ૨૧ રન બનાવીને ઈશ સોઢીનો શિકાર થઈ ગયો હતો, તે સમયે ટીમનો સ્કોર ૭૧ રન હતો. આમ ૭૧ રને ટીમને ત્રણ ઝટકા લાગી ચૂક્યા હતા.

જોક, કેપ્ટન દિનેશ કાર્તિક અને સામે છેડે ઉભેલ ક્રિસ લિને અહીથી સારી એવી પાર્ટનરશીપ કરીને મેચને જીતમાં ફેરવી નાંખી હતી. કોલકાતા તરફથી ક્રિસ લિન ૪૫ રન બનાવીને આઉટ થયો, જ્યારે દિનેશ કાર્તિકે ૩૧ બોલમાં ૪૧ રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.

ફરાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે શાનદાર બોલિંગ નાખતા ૪ ઓવરમાં માત્ર પંદર રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશ સોઢીએ ચાર ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર ૨૧ રન આપ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.