રાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું પણ ગળે લગાવીશ!

અશોક ગેહલોતે કહ્યું છે કે જે લોકો સરકારને ઉથલાવવાનું કાવતરું કરવામાં વ્યસ્ત હતા, જો તે હાઇ કમાન્ડ પાસે જાય અને હાઈકમાન્ડ તેને માફ કરે તો હું તેમને ગળે લગાવીશ. પાર્ટીએ મને ઘણું આપ્યું છે, ત્રણ વખત મુખ્યમંત્રી હતો અને પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ હતો.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત કોંગ્રેસના બળવાખોરો સામે નરમ લાગે છે. તેમણે પોતાના એક તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે જે સરકારને ઊથલાવવાના કાવતરામાં વ્યસત હતા તે જો હાઈકમાન્ડ પાસે જાય અને હાઈકમાન્ડ તેમને માફ કરે તો હું તેમને ગળે લગાવીશ.

મુખ્ય પ્રધાન ગેહલોતે કહ્યું હતું કે ભાજપ ચૂંટાયેલી સરકારોને ઉથલાવવા અને લોકશાહી બચાવવા માટે અમારે આ બધુ કરવું પડે છે. અમને આ બધું કરવાનું ગમતું નથી.

 

તેમણે કહ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીશ કે તેમણે કોરોનાના વધતા જતા કેસ પર દેશના બાકીના મુખ્યમંત્રીઓ સાથે બીજી વિડિઓ કોન્ફરન્સિંગ કરવી જોઈએ.

આ અગાઉ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રાજ્યની સરકારને અસ્થિર બનાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે અમિત શાહ હંમેશાં સરકારને પછાડવા માટે વિચારે છે.

સીએમ ગેહલોતે કહ્યું કે, ‘હું અમિત શાહનું નામ વારંવાર લેઉં છું કારણ કે તે સામે આવે છે. કર્ણાટક માટે, સાંસદ માટે પણ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ હોય, તો તમારે મજબૂરીમાં કહેવું પડે કે અમિત શાહ તમને શું થયું છે? તમે દરરોજ દિવસ અને રાત વિચારો છો કે , હું સરકારને કેવી રીતે ઊથલાવીશ.

તેમણે કહ્યું, ‘જો ચૂંટાયેલી સરકારો આ રીતે પડવા માંડે, તો દેશમાં લોકશાહી ક્યાં બચશે? અમે આખા દેશમાં લોકશાહી બચાવવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. લોકશાહી બચે, પક્ષો આવશે- જશે , સરકારો બનશે, લોકો આવશે, પરંતુ લોકશાહી નહીં હોય તો દેશનું શું થશે? ‘

સ્વાભાવિક છે કે લગભગ એક મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ રાજસ્થાનમાં રાજકીય સંકટ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને સમર્થન આપતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને જેસલમેર ખસેડવામાં આવ્યા છે.

Loading...