Abtak Media Google News

મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૦૦થી વધારે સભ્યો જોડાઈ ૨૫૧થી વધુ બોટલ બ્લડ એકત્ર કરશે: રાજ કુલીંગ સિસ્ટમના સભ્યો અબતકને આંગણે

બ્લડ એક એવી જરૂરીયાત છે જેની ગમે ત્યારે જરૂર પડી શકે છે. ખાસ કરીને થેલેસેમીયાગ્રસ્ત બાળકોને બ્લડની વારંવાર જરૂર પડે છે. આ ઉપરાંત ઘણા એવા દર્દીઓ છે જેને બ્લડની જરૂર હોય છે. આ ઉમદા કાર્યને રાજ કુલીંગ સિસ્ટમ પ્રા.લી. તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સહીયારા પ્રયત્નથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

રાજ કુલીંગ સીસ્ટમ પ્રા.લી. તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આવતીકાલે સવારે ૮ થી બપોરે ૧ સુધી સ્વ.કિરણભાઈ રામોલીયાની પાંચમી પુણ્યતિથી નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિગત આપવા કલ્પેશભાઈ રામોલીયા, રાહુલભાઈ ધામી, યશભાઈ રાઠોડ, રવિભાઈ ચોટાઈ, ભાવેશભાઈ મહેતાએ અબતકની મુલાકાત લીધી હતી.

રવિવારે સવારે ૮ થી બપોરે ૧ સુધી રાજ કુલીંગ સીસ્ટમ, વાવડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં રાજ કુલીંગ ગ્રુપના ૨૦૦થી વધારે સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કરી સમાજના આ સતકર્મમાં સહયોગ આપશે અને ૨૫૧થી વધુ બોટલ બ્લડ એકઠું કરવામાં આવશે. જેનો સદઉપયોગ થેલેસીમિયા પીડિત બાળકો અને દર્દી નારાયણ માટે કરાશે.

આ અંગે રાજ ગ્રુપના રાહુલભાઈ ધામીએ જણાવ્યું કે, બીજાને ઉપયોગી થવા કરાયેલું દરેક કર્મ કે નાનામાં નાનો પ્રયાસ પણ ઈશ્ર્વરના ચોપડે નોંધાય જ છે અને માટે જ સમાજ માટે કંઈક કરવું જોઈએ એવા આશયથી આ કેમ્પનું આયોજન કર્યું છે. યુવાનોએ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે.

જેથી ડોનેશન કેમ્પમાં વધુને વધુ યુવાનો જોડાય એ માટે કોલેજોમાં જઈ બ્લડ ડોનેટ કરવાથી કેવા ફાયદો થાય છે અને સમાજમાં લોહીની કેટલી જરૂર છે એ અંગેના સેમીનાર યોજાયા હતા. જેમાં સર્વોદય સ્કુલના ભરતભાઈ ગાજીપરા, સનસાઈન કોલેજના માથુરભાઈ અને પી.ડી.માલવીયાના જાનીભાઈએ અમને સહયોગ આપ્યો છે. અમારા આ પ્રયાસને યુવાવર્ગમાંથી સફળતા મળી હતી અને પ્રિ-રજીસ્ટ્રેશન પણ થયા છે.

અમદાવાદ કેન્સર હોસ્પિટલ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરી સમાજને અર્પણ કરવામાં આવશે. રાજ કુલીંગ સિસ્ટમના સેન્ટલી કુલીંગ શો-રૂમમાં જ આ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૨૦થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જે લોકોએ બ્લડ ડોનેટ કરવા કરાવ્યું છે. તેઓને બ્લડ ડોનેટ કરવા પિકઅપ-ડ્રોપની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જે લોકો બ્લડ ડોનેટ કરશે એમને પ્રોત્સાહિત કરવા માટે ગીફટ પણ આપવામાં આવશે અને આ કેમ્પમાં આવનાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ટીમના ગૌરવભાઈ, નિધિ પટેલ, ઋષિત પટેલ, જલ્પા સોલંકી, જસ્મીન સુવાગીયા, સાક્ષી કટીયાર, ભાવેશ જાદવ, દિવ્યેશ ધોળકિયા, હેમાલી પેથાણી, પિનલ દેસાણી, રમેશભાઈ પીપળીયા, નાગજી શિંગાણા જેવા લીડરોએ ભારે જહેમત ઉઠાવીને કોલેજ તેમજ ઈન્ડસ્ટ્રીમાં જઈએ લોકોને બ્લડ ડોનેટ કરવા જાગૃત કર્યા છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે સર્વોદય એજયુકેશન ઝોન, હરિવંદના કોલેજ, પી.ડી.માલવિયા કોલેજ, સનસાઈન કોલેજ, ગીતાંજલી કોલેજ જેવી એજયુકેશન સંસ્થાઓ તથા પરીન ફર્નીચર, ફલોટેક પંપ, ફાલ્કન પંપ, કીચ, સીનોવા ગીયર્સ, ગેલેકસી કાસ્ટિંગ, તન્મય ઓટો, ટીલારા પોલીપ્લાસ્ટ, કેપ્ટન પાઈપ્સ, રાજકોટ હોન્ડા, પરફેકટ મા‚તિ, મિતલ કોપર, મેટફલો કાસ્ટ, મા‚તિ ઈન્ટીરિયલ પ્રોડકટ, ગ્લોબલ સી.એન.સી. જેવી કોર્પોરેટ કંપનીઓ સહિતની અનેક સંસ્થાઓ શુભેચ્છકો મિત્રો વગેરેનો સહકાર મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.