Abtak Media Google News

બ્રીજના કામમાં સંતોષકારક પ્રગતી ન જણાતા દંડ ફટકારાયો: ડેલ્ફ ક્નલ્ટન્ટને પણ રૂ.૧ લાખનો દંડ

શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યાને ઓછી કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા અને મવડી સર્કલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બ્રીજનું કામ પૂર્ણ કરવાની મુદત આગામી ઓકટોબર માસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે કામમાં સંતોષકારક પ્રગતિ ન જણાતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ત્રીજુ નેત્ર ખોલ્યું છે અને બ્રીજના કોન્ટ્રાકટર રાકેશ કન્ટ્રકશનને રૂ.૧૦ લાખ અને કન્ટ્રકલ્ટીંગ એજન્સી ડેલ્ફને રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા સર્કલ ખાતે રૂ.૩૫ કરોડ અને મવડી સર્કલ ખાતે રૂ.૩૨ કરોડના ખર્ચે બે સમાંતર ફલાય ઓવરબ્રીજ બની રહ્યા છે. ઓકટોબર ૨૦૧૬માં બ્રીજનું નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ઓકટોબર-૨૦૧૮માં બ્રીજનું કામ પૂર્ણ કરવાની શરતે અમદાવાદના રાકેશ કન્ટ્રકશન નામની એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. હજી સુધી પીયર તથા ગાર્ડનીંગનું કામ અને મેઈન સ્પામનું કામ અધુરુ છું. નિયત કામમાં સંતોષકારક પ્રગતિ ન જણાતા રૈયા અને મવડી ફલાય ઓવરબ્રીજના કોન્ટ્રાકટર રાકેશ કન્ટ્રકશનને રૂ.૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બ્રીજના નિર્માણ માટે અમદાવાદની ડેલ્ફ કન્ટ્રસલ્ટીંગ એજનસી તરીકે નિમણુક કરવામાં આવી હતી. બંને બ્રીજની વચ્ચે ૪૫ મીટરની મેઈન સ્પામની ડિઝાઈન આજ સુધી કસ્લ્ટીંગ એજન્સી દ્વારા આપવામાં આવી ન હોવાનું જાણવા મળતા ડેલ્ફને પણ રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મવડી અને રૈયા ઓવરબ્રીજનું કામ જે ઓકટોબર માસના અંતમાં પૂર્ણ થવાનું હતું તે હવે ડિસેમ્બર માસના અંતમાં એટલે કે નિર્ધારીત સમય કરતા બે માસ મોડુ થાય તેવી શકયતા જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.