Abtak Media Google News

બુધવારથી રવિવાર દરમિયાન અરબીસમુદ્રમાં મધ્ય લેવલ પર ડેવલોપ થનારી ભેજની ચાદરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતનાં વિસ્તારોમાં ઝાપટા પડવાની શકયતા

હવામાનમાં ફેરફારોને પગલે રાજયનાં મોટાભાગનાં શહેરોમાં વહેલી સવારથી ઠંડા પવનો ચાલુ રહેતાં ગરમીથી થોડી રાહત મળી છે પરંતુ જેમ-જેમ બપોર થાય છે તેમ ગરમી પોતાનો અસલી મીજાજ દેખાડવાનું શ‚ કરી દે છે. ગુજરાતમાં હવામાનમાં સતત ફેરફારો થઈ રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા બુધવારથી રવિવાર દરમિયાન અરબીસમુદ્રમાં મધ્ય લેવલ પર ડેવલોપ થનારી ભેજની ચાદરને કારણે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઘણા ખરા વિસ્તારોમાં વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શકયતા સેવાઈ રહી છે. જેથી ખેડુતોને સાવચેતી ખાસ જરૂરી છે.

આગામી ૪ થી ૫ દિવસ શહેરમાં ગરમી ઓછી રહેવાની સંભાવના વર્તાય રહી છે. રાજસ્થાનની સાથોસાથ ગુજરાતમાં સક્રિય થયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરથી આજે બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શકયતા છે.

૮ થી ૯ મે આસપાસ અરબી સમુદ્રમાં મધ્ય લેવલે ભેજની ચાદર સર્જાશે જે ગુજરાતનાં વિવિધ વિસ્તારો સુધી લંબાશે. ટ્રફને કારણે બુધવારથી રવિવાર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને વાદળીયું વાતાવરણ સર્જાયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ પડી શકે છે જેને પગલે ગરમીથી આંશિક રાહત મળશે તે નકકી છે. હાલમાં તો અસહ્ય ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બુધવારથી રવિવાર દરમિયાન વાતાવરણમાં આંશિક ફેરફાર થાય અને ગરમીનું પ્રમાણ ઘટે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.