Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ આગવ પણ વરસાદ જિલ્લા માં સારો એવો વર્ષયો છે.ત્યારે  જિલ્લા માં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા જિલ્લા ના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.ત્યારે જિલ્લા માં સતત વરસાદ એ જિલ્લા માં તારાજી સર્જી છે. ત્યારે વધુ પડતા વરસાદ ના પગલે જિલ્લા માં ભારે એવું નુકસાન થયું છે. જિલ્લા ના મોટા ભાગ ના રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ કરાબ અને વરસાદ ના પગલે ધોવાયા છે…

જિલ્લા થયેલા વરસાદનું પાણી ના કારણે તમામ જળાશયો અને ડેમો ઓવરફ્લો બન્યા છે. ત્યારે  હજુ ધીમે ધીમે પાણીનો આવરો વધી રહ્યો છે. મોટાભાગના ખેડૂતો ના  ખેતરોમાં વરસાદી પાણી નો ભરાવો થયો છે. ત્યારે હાલ સુધી માં જિલ્લા માં સાર્વત્રિક મેઘ મહેર બાદ જિલ્લા માં તારાજી સર્જાઈ છે.ત્યારે જિલ્લા ના ખેડૂતો ના ઉભા પાક માં પાણી નો ભરાવો થવા ના કારણે હાલ ખેડૂતો ના મોલ બળવા લાગ્યા છે…

ત્યારે જિલ્લા ના  ખેડૂતો હંમેશા આ વાતનો જ ડર સતાવતો હતો તેજ અંતે થયું  વરસાદના લીધે ખેતરો પાણીમાં ગરકાવના હાલ બન્યા છે.જિલ્લા ના વઢવાન ના અનેક ગામો માં.ખેડૂતો ને પોતના ખેતરો માં જવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જિલ્લા ના વઢવાણ પંથક ના ખેતરો માં માત્ર ને માત્ર પાણી જ નજરે પડી રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવ્યું હતું પરંતુ ખેડૂતોને હવે પડતા પર પાટું વાગ્યું છે.અને ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જેનું મુખ્ય કારણ છે વરસાદ છે…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.