Abtak Media Google News

પ્લેટફોર્મ પૂર રિડેવલપમેન્ટના કામને લઈ એન્જિનીયરીંગ બ્લોક લગાવવામાં આવ્યો પ્લેટફોર્મ નં. ૧ની ટ્રેનને ૨ કે ૩ પર દોડાવાશે

રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટના કામને લઈ પ્લેટફોર્મ નં. ૧ ઉપર એન્જીનીયરીંગ વિભાગ દ્વારા આજથી ૪૦દિવસ સુધી બ્લોક લગાવાયો છે. આ બ્લોક અંતર્ગત પ્લેટફોર્મ પર કોટા સ્ટોનની જગ્યાએ ગ્રેનાઈટ સ્ટોન લગાવાશે. આ બ્લોકને કારણે ૧ નંબર પ્લેટફોર્મ પર આવનાર બધા મેલ, એકસપ્રેસ ટ્રેનને પ્લેટફોર્મ નંબર ૨ કે ૩ પર દોડાવવામાં આવશે. જોકે આ સમય દરમિયાન ઓછા કોચ વાળી લોકલ ટ્રેન જેમાં ટ્રેન નં. ૫૯૫૪૮ રાજકોટ અમદાવાદ, ૫૯૨૦૭ ભાવનગર ઓખા, ૫૯૫૦૪ ઓખા વિરમગામ તથા ૫૯૫૦૩ વિરમગામ ઓખા લોકલને ૨ નંબર પ્લેટફોર્મની જગ્યાએ ૧ નંબર પ્લેટફોર્મથી દોડાવાશે.

આ બ્લોકને લઈ આજથી ૪૦ દિવસ સુધી રાજકોટ સ્ટેશન પર આવનારી કેટલીક ટ્રેન પાંચ મિનિટથી લઈ ૧ કલાક સુધી લેટ રહેશે. જેમાં ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એકસપ્રેસ ૧ કલાક લેટ,૧૨૨૬૮ રાજકોટ મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ તથા ૨૨૯૪૬ ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર ભેલ ૨૦ મિનિટ લેટ રવાના થશે.

ટ્રેન નં. ૫૯૨૦૩ વિરમગામ ઓખા લોકલ ગુરૂવારે ૧ કલાક લેટ તથા અન્યદિવસોમાં ૪૩ મિનિટ લેટ આવશે. ૫૯૪૨૧ રાજકોટ સોમનાથ લોકલ ૩૦ મિનિટ લેટ રવાના થશે, ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ તથા ૧૬૬૧૪ કોઈમ્બતુર રાજકોટ એકસપ્રેસ ૫૫ મિનિટ લેટ, ૧૯૫૮૦ દિલ્હી સરાઈરોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ ૫૦ મિનિટ લેટ આવશે. ૧૯૨૬૩ પોરબંદર દિલ્હી સરાઈરોહિલ્લા એકસપ્રેસ ૪૫ મિનિટ લેટ, બિલેશ્ર્વર સ્ટેશન પર ૨૨૯૯૧ બાંદ્રા ટર્મિનસ વેરાવળ એકસપ્રેસને ૫૩ મિનિટ, ૧૬૭૩૩ રામેશ્ર્વરમ ઓખા તેમજ ૧૯૨૬૪ દિલ્હી સરાઈરોહિલ્લા, પોરબંદર એકસપ્રેસ ને ૨૧ મિનિટ તથા ૧૮૪૦૧ પૂરી ઓખા એકસપ્રેસને ૧૦ મિનિટ તથા ૨૨૯૫૭ અમદાવાદ સોમનાથ એકસપ્રેસને ૭ મિનિટ રેગ્યુલેટ કરાયા છે.  રેલયાત્રીઓને આ ફેરબદલ ધ્યાનમાં રાખી યાત્રાનો પ્રારંભ કરવા અનુરોધ છે. વધુ વિગત માટે ઈન્કવાયરી નં. ૧૩૯ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.