Abtak Media Google News

ઓખા મથુરા નવી ટ્રેન ચાલુ કરવા વેપારી અગ્રણીઓને લેખિત રજૂઆત

રાજકોટ પશ્ર્ચિમ રેલવેના નવા ડીવીઝન રેલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજરોજ ઓખા રેલવે સ્ટેશનની ઈસપેક્ષન મુલાકાતે પરમેશ્ર્વર ફુકવેલ આવી પહોચ્યા હતા ઈન્દોરથી સીવીલ એન્જીનીયરમાં ગોલ્ડ મેડલ તથા આઈઆઈટી કાનપૂરથી માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી તેમણે પશ્ર્ચીમ રેલવેમં વિભીન્ન મહત્વપૂર્ણ પદો પર કાર્ય કરેલ છે. તેમનો પર્યાવરણ, રેલ અને પુલ પર તેમના ઘણા ટેકનીકલરિર્સચ પેપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશીત થયા છે. તેઓ વિવિધ અધ્યનો તથા પ્રરિક્ષણ હેતુથી સ્વીડન, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ચીન, કેનેડા, મલેશીયા તથા સીંગાપૂરનો પ્રવાસ કરી ચૂકયા છે.

તેઓ ઓખા રેલવે સ્ટેશનની ઈસ્પેક્ષન મુલાકાતે આવ્યા હતા તેમણે ઓખાના બંને પ્લેટફોર્મ, પાર્સલ‚મ, વેઈટીંગ‚મ વગેરેની મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા હતા. અહી તેમને ઓખા ડીઆર યુસીસી મેમ્બર દિપકભાઈ રવાણી વેપારી અગ્રણીય હિરેનભાઈ ધોકાઈ, જીતુભાઈ ગોકાણી તથા પ્રેસ મીડીયા પ્રતિનિધિ હરેશભાઈ ગોકાણીના હસ્તે ઉપરણા ઓઢાડી દ્વારકાધીશજીનું મુમેન્ટો આપી શુભેચ્છા સ્વાગત કરાયુ હતુ અને ઓખા મથુરાની નવી ટ્રેન ચાલુ કરવા લેખીત રજૂઆત પણ કરી હતી તથા ઓખા રેલવે સ્ટેશને પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવા મૌખીક રજૂઆત પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.