Abtak Media Google News

૧૨ વર્ષી વિવાદમાં પડેલા રેલનગર અંડરબ્રિજનું એકાદ માસમાં વિધિવત લોકાર્પણ થાય તેવા સંજોગો: કોર્પોરેશન હાલ માત્ર ૫૭ લાખ લેવી ચાર્જ પેટે ભરશે

છેલ્લા ૧૨ વર્ષી વિવાદના વંટોળમાં અટવાયેલા રેલનગર અંડરબ્રિજનું આગામી એકાદ માસમાં વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવે તેવા ઉજળા સંજોગો ઉભા યા છે. લેવી ચાર્જનો વિવાદ એકબાજુ મુકી રેલવે તંત્ર બ્રિજનો કબજો મહાપાલિકાને સોંપવા માટે તૈયાર યું છે. હાલ લેવી ચાર્જ પેટે મહાપાલિકા તંત્ર રેલવેને માત્ર ૫૭ લાખ ‚પિયા ચૂકવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રેલનગર બ્રિજમાં રેલવે તંત્ર દ્વારા લેવી ચાર્જ પેટે મહાપાલિકા પાસે ૫.૨૯ કરોડ ‚પિયાની માંગણી કરે છે. જેની સામે મહાપાલિકા વર્ષ ૨૦૦૫માં જયારે પ્રોજેકટની ડિઝાઈન બનાવવામાં આવી ત્યારનો જંત્રી ભાવ ગણી લેવી પેટે ‚ા.૫૭ લાખ ભરવા તૈયાર યા છે. આટલું જ નહીં ૭ ટકા વધુ રકમ ચૂકવવા મહાપાલિકાએ તૈયારી દર્શાવી છે.

રેલવે બોર્ડના નિયમ પ્રમાણે જયારે બ્રિજ બને ત્યારના ભાવ પ્રમાણે લેવી ચાર્જ ગણવામાં આવે છે. જેના કારણે છેલ્લા ઘણા સમયી મહાપાલિકા અને રેલવે તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હાલ રેલનગર બ્રિજનું કામ લગભગ ૯૦ ટકા જેટલું પૂર્ણ ઈ ગયુંં છે. હવે માત્ર ડ્રેનેજ, પમ્પીંગ અને લાઈટીંગનું કામ જ બાકી રહ્યું છે ત્યારે લેવી ચાર્જનો વિવાદ છોડી રેલવે તંત્રએ બ્રિજનો કબજો કોર્પોરેશનને સોંપવાની સહમતી આપી છે.

હાલ મહાપાલિકા દ્વારા લેવી ચાર્જ પેટે ૫૭ લાખ ‚પિયા રેલવે તંત્રને ચૂકવવામાં આવશે. જયારે બાકીની રકમની રેલવે તંત્ર ડિમાન્ડ કરતુ રહેશે. રેલવે પાસે મહાપાલિકાએ પણ પ્રોપર્ટી ટેકસ પેટે આશરે ૬ કરોડ રૂપિયા લેવાના નિકળે છે. બન્ને સરકારી સંસઓ લોકહિતમાં નિર્ણય લે તે જ‚રી છે.

વર્ષ ૧૯૯૭માં રેલનગરમાં બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૦૦૫માં ડિઝાઈન બનાવવામાં આવી હતી અને ૨૦૧૧માં ડિઝાઈન ફાઈનલલ કરી ૨૦૧૨થી બ્રિજનું નિર્માણ કામ શ‚ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષી બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. હવે જયારે લોકાર્પણ તરફ પ્રોજેકટ આગળ ધપી રહ્યો છે ત્યારે લેવી ચાર્જનો વિવાદ ઉભો યો છે. જે પરસ્પર સહમતીી ઉકેલાય તેવી દિશામાં બન્ને તંત્ર આગળ વધી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.