છતર ગામે વાડીમાં ચાલતા જુગાર ધામ પર દરોડો

રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. ૧.૭૩ લાખના મુદામાલ સાથે મહિલા સહિત ૧૦ ઝડપાયા

ટંકારા તાલુકાના છતર ગામે વાડીમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતી એક મહિલા સહિત ૧૦ શખ્સોને ઝડપી રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. ૧.૭૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ટંકારામાં રહેતા અને છતર ગામે વાડી ધરાવતા દિપક રાણાભાઇ ઝાપડા તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી ટંકારા પોલીસને મળતા, પોલીસ કાફલો દિપકની વાડીએ ત્રાટકી, જુગાર ખેલતા દિપક સહીત રાજકોટ રેલનગરમાં રાત્રિ અશોકસિંહ ખુમાણસિંહ જાડેજા, મનીષ મોહનભાઇ આડેસરા, ઘનશ્યામનગરના દિલીપ મેણંદભાઇ પરમાર, રાજકોટ રેલનગરમાં રહેતા ભકિતબેન જેન્તીભાઇ રાજગોર, જોડીયાના જયેશ માનસંગભાઇ બાવેયા, સરપદળના જેન્તી પ્રેમજીભાઇ જાવીયા, ટંકારાના જગદીશ ગંગારામભાઇ જીવાણી, મોરબીના અશોક મોહનભાઇ જીવાણી અને મીતાણાના રોહીત વાજસુરભાઇ બોરીચા નામના શખ્સોને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ. ૧,૩૨,૭૦૦ ની રોકડ અને સાત મોબાઇલ મળી કુલ રૂ. ૧.૭૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

Loading...