Abtak Media Google News

ભાવુક કાર્યકરે રાહુલને મનાવવા ધરણા સ્થળે આપઘાતનો પ્રયાસ કર્યો: અહેમદ પટેલ, અશોક ગેહલોત પણ ધરણામાં જોડાયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામુ પાછુ ખેંચી લેવાની વિનવણીનો દોર પોતાના હાથથમાં લીધો છે.

રાહુલ ગાંધીને કોંગ્રેસના અઘ્યક્ષ તરીકેની જવાબદારીમાં ચાલુ રહેવા રાજીનામુ પરત લઇ લેવાની માટેના આ પ્રયાસમાં સફળતા મળી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના હેડકવાર્ટર ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત કાર્યકરો સાથે રાહુલ ગાંધીને રાજીનામુ પાછુ ખેંચી લેવાની માંગમાં જોડાયા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મોતીલાલ વોરા, ઝારખંડના ઇન્ચાર્જ આરપીએન સિંઘ એ ગઇકાલે રાહુલને રાજીનામુ ન આપવાની માંગ સાથે ધરણા શરુ કરતાં સેંકડો નેતાઓ આગેવાનો આ ધરણામાં જોડાયા હતા. પક્ષ પ્રમુખને મનાવવાની કાર્યકરોની આ ધરણા કાર્યક્રમમાં અહેમદ પટેલ અને અશોક ગેહલોત જોડાયા હતા.

ગયા અઠવાડીયે દેશના અલગ અલગ રાજયના કાર્યકરો અને હોદેદારોએ રાહુલ ગાંધીને રાજીનામુ પરત લઇ લેવાની માંગ સાથે રાજીનામા મોકલી દીધા હતા.

ધરણા સ્થળે એક ભાવુક કાર્યકરે રાહુલને રાજીનામુ આપતા અટકાવવા ઝાડ ઉપર ચઢીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.