Abtak Media Google News

કોંગ્રેસના રાહુલ ગાંધી “સંવાદ”ના કાર્યક્રમમાં “વિવાદ”નો મધપૂડો છંછેડતા ગયા છે

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, જયારે-જયારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે ત્યારે તે વિવાદિત બનતા રહ્યા છે. બનાસકાંઠામાં પૂર પછી પણ ૧૨-૧૩ દિવસ પછી રાહુલ ગાંધી કોંગ્રેસના ધારાસભ્યોને લીધા વગર આવીને પૂરગ્રસ્ત વિસ્તારમાં મૃતકોને શ્રદ્રાંજલી આપવાને બદલે જીએસટી અને નોટબંધી જેવા વિષયો પર ચર્ચા કરી ગયા હતા અને હવે તાજેતરમાં ગઈકાલે અમદાવાદના રીવરફ્રન્ટના કાર્યક્રમમાં કોંગ્રેસના રાહુલ ગાંધી સંવાદના કાર્યક્રમમાં વિવાદનો મધપૂડો છંછેડતા ગયા છે, વિકાસના પ્રતિક સમાન રીવરફ્રન્ટ બેસીને મીડીયા, ભાજપ, ગુજરાત તેમજ ગુજરાતીઓની અસ્મીતા પર આક્ષેપો કરતા ગયા છે. સ્ટેજ શોમાં ફકતને ફકત આમ તેમ આંટા ફેરા કરતા જાઈ કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ પણ રાહુલ ગાંધીી નારાજ યા છે. જ્ઞાતિવાદના નામે સમાજા વચ્ચે વેર-ઝેર ફેલાય તેવા નિવેદનો કરીને ગુજરાતની શાંતિ-સલામતી ડહોળાય તેવા નિર્રક પ્રયત્નો કરતા ગયા છે.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સન ઓફ કોંગ્રેસ રાહુલ ગાંધી પોતે પણ પેરાશૂટ નેતા છે ત્યારે પેરાશૂટ ઉમેદવારોને ટીકીટ નહિ ફળવાય એવી વાતો કરવી રાહુલ ગાંધી માટે કેટલી યોગ્ય છે ? આમ, જાવા જઈએ તો રાહુલ ગાંધીના તમામ આક્ષેપો પાયાવિહોણા, તથ્ય વગરના અને હાસ્યાસ્પદ હતા. ગુજરાતની પ્રજા ભ્રષ્ટાચારી કોંગ્રેસને ઓળખી ચૂકી છે તેી જ તેનો પંજા ગુજરાત પર પડવા દીધો ની અને કયારેય નહિ પડવા દે.

પંડ્યાએ રાહુલ ગાંધીના બેબુનિયાદ આક્ષેપોનો વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માડેલ પર દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવ્યા છે અને દેશના વિવિધ રાજ્યોમાંી કોંગ્રેસને ઘર ભેગી કરી દીધી છે. જનતા જનાર્દન લોકશાહી ઢબે ચૂંટણીઓમાં પરીણામ આપતી હોય છે. દેશની જનતાએ ભ્રષ્ટાચારી, તૃષ્ટીકરણની રાજનીતિ કરનારી કોંગ્રેસને ઉખાડી ફેકી છે. છેલ્લા બે વર્ષના આંકડાઓ જાઈએ તો ગુજરાતે ૮૪ ટકા જેટલી રોજગારી પૂરી પાડી છે. ૧૦ લાખ જેટલી ખાનગી નોકરીઓ યુવાનોને મળી છે, ૬૭ હજાર જેટલી સરકારી નોકરીઓ, મહિલા રોજગાર ભરતીમેળા દ્વારા લગભગ ૨૫ હજાર જેટલી મહિલાઓને રોજગારી, એક જ સો પોલીસ વિભાગમાં ૧૮ હજાર કર્મીઓની ભરતી ગુજરાતમાં કરવામાં આવી છે. રોજગારીનો કોઈ જ પ્રશ્ન ગુજરાતમાં ની ત્યારે રાહુલ ગાંધી યુવાનો અને મહિલાઓને ગેરમાર્ગે દોરવા તદ્દન ખોટા  જૂઠા હાસ્યાસ્પદ નિવેદનો કરે છે. ગુજરાત ઓટો મોબાઈલ્સ સેકટરનું હબ બન્યું છે. છેલ્લા વર્ષમાં ગુજરાતમાં ૩.૬ બીલીયન ડોલરનો ફોરેન ડાઈરેકટ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. જેના કારણે લાખો યુવાનોને સીધો રોજગાર મળેલ છે. ૫.૫ લાખી પણ વધુ સંખ્યામાં નાના, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો કી નાના, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોનો ગ્રોરેટ ગુજરાતમાં ૮૫ ટકા જેટલો છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકાી કૃષિ વિકાસદર ૧૧ ટકાી પણ વધુ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.