Abtak Media Google News

જે લોકો અમારી ઉપર ગુસ્સે હતા તેઓ જ એનડીએ સરકાર ઉપર ગુસ્સે થશે: દેશમાં બેરોજગારી મુદ્દે અસંતોષનું વાતાવરણ ઉભુ થયું હોવાનો કોંગ્રેસ ઉપાધ્યક્ષનો દાવો

યુપીએ સરકાર ૩૦,૦૦૦ નોકરીઓ આપવાનું વચન પાળવામાં નિષ્ફળ રહી હોવાની કબુલાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આપી છે. જોકે, તેમણે આ વચન એનડીએ સરકાર પણ નહીં પાળી શકે તેવો દાવો કર્યો છે.પ્રીન્સેટોન યુનિવર્સિટીની વિલ્સન સ્કૂલના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથેની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમે દરરોજ ૩૦ હજાર નોકરી આપવાનુ વચન ન પાળ્યું એટલે જેઓ અમારા ઉપર ગુસ્સે હતા તેઓ મોદી ઉપર પણ ગુસ્સે થશે. આ મામલે અસંતોષ તો અત્યારથી જ દેખાઈ રહ્યો છે. ભારતમાં રોષનો માહોલ પ્રસરી રહ્યો છે.રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસની યુપીએ નોકરીઓ આપવામાં મેળવેલી નિષ્ફળતાઓ જ મોદીના વિજયનું કારણ બની છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સતા મળવાનું કારણ બેરોજગારી જ હોવાનું તેમણે કહ્યું હતું. દેશમાં મોટાભાગના યુવાનો બેરોજગાર હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.લોકશાહી વાતાવરણમાં રોજગારીનો પ્રશ્ર્ન કઈ રીતે ઉકેલવા તે અંગે કોંગ્રેસ નિષ્ફળ રહી હોવાનું તેમણે કહ્યું હતું. વિજય મેળવ્યા બાદ મોદી અને ભાજપને રોજગારી માટેનું વચન કઈ રીતે પાળવું તે સમજયા ન હોવાનું પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું. ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, મોદી સમસ્યા સાંભળવાની જગ્યાએ મુદો બીજે જ ડાયવર્ટ કરે છે. વડાપ્રધાન મોદી રોજગારી ઉભી કરવામાં સારો દેખાવ કરી શકયા નથી. મેઈક ઈન ઈન્ડિયા હેઠળ અમલવારીમાં પણ ઘણું થઈ શકે છે. મેઈક ઈન ઈન્ડિયા હેઠળ મધ્યમ કે લઘુ ઉધોગોને આવરી લેવાયા નથી. મધ્યમ અને લઘુ ઉધોગો જ રોજગારી સર્જનનું એન્જીન હોવાનું તેમણે કહ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.