Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનની સ્થાપના ૧૦ વર્ષની પુર્ણાહુતી નિમિતે ભવ્ય વાષિકોત્સવ ઉજવાયો

ગત તા. ૧૧ માર્ચ ૨૦૧૮ના રોજ સૌરાષ્ટ્ર યુનિવસીટી ના ફાર્મસી દ્વારા સ્થાપના ના ૧૦ વર્ષના પુર્ણાહુતિ ની નીમીતે ભવ્ય રીતે વાર્ષિક દિવસ ઉજવાયો. એ ગ્રેડ સૌરાષ્ટ્રનું ફાર્મસી ભવન ની સ્થાપના વર્ષ ૨૦૦૬માં ફકત એક બ્રાંચ હર્બલ ડ્રગ ટેકનોલોજીની સાથે થઇ હતી. ત્યારથી જ ફાર્મસી ભવનના સ્થાપક હમેશા શુભેચ્છક તથા હાલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) ના કુલપતિ તરશીકે ફરજ બજાવતા પ્રો. નવીનભાઇ શેઠે ફાર્મસી ભવનના પ્રગતિ ની દોરી પોતાના હાથમાં લઇ તેને ગગન ચંબુ સફળતા અપાવવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. જેના ફળ સ્વરુપે ફાર્મસી ભવનમાં હાલ ૬ જુદી જુદી બ્રાંચમાં એમ. ફાર્મ માસ્ટર ઓફ ફાર્મસી મેનેજમેન્ટ ફાર્મસી માં પી.એચ. ડી. તથા બે પી.જી. ડીપ્લોમાં કોર્ષ ચાલે છે. ફાર્મસી ભવને ૧૦ વર્ષના સમય દરમિયાન મેળવેલી તેની આ અપાર સિઘ્ધી ને દર્શાવવા માટે વાર્ષિક દિવસ ઉજવાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવેલ નેશલ ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ, પંજાબ ના ડાયરેકટ પ્રો.(ડો.) રઘુરામ રાવ અકકીનેપલી, ઉદાધાટક તરીકે ઉ૫સ્થિત રહેનાર ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી ના વાઇસ પ્રેસિડેન્ટ પ્રો. (ડો.) શૈલેન્દ્ર સરાફ, અતિથિ વિશેષ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટી (જીટીયુ) અમદાવાદના કુલપતિ પ્રો. નવીનભાઇ શેઠ, કાર્યક્રમના પ્રમુખ તરીકે ઉ૫સ્થિત રહેનાર સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર ડો. ધીરેનભાઇ પંડયા, ફાર્મસી ભવનના અઘ્યક્ષ ડો. મિહિર રાવલ તથા અઘ્યાપક ડો. વૈભવ ભટ્ટની હાજરીમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પ્રો. નવીનભાઇ શેઠે ભવનના વિઘાર્થીઓને ફાર્મસી ભવનના પાયાથી શરુ કરી ને અત્યાર સુધીનો પ્રવાસ ની વાત કરી તથા તેમણે વિઘાર્થીઓને આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા ફાર્મસીને લગતી નવી નવી જગ્યાઓ વિષે માહિતગાર કર્યા તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના વિચારો થકી તેમને પ્રોત્સાહન આપનાર વાર્તાલાપ કર્યુ હતું. પ્રો. શૈલેન્દ્ર સરાફે વિઘાર્થીઓને સમાજના ફાર્માસિસ્ટ નું મહત્વ તથા તેમના યોગદાન વિશે વાત કરી. પ્રાચીન કાળથી ચાલી આવતી રીતમાં ફાર્મસી કઇ રીતે કામ કરતુ હતું. તથા જુદા જુદા ઉદાહરણો આપતા વિઘાર્થીઓને પ્રેરણાદાયીક વ્યાખ્યાન આપ્યું હતું. પ્રો. રઘુરામ રાવે ગુજરાત ની સાથે ગુજરાતી લોકોના વખાણ કર્યા હતા. તેમજ વિદેશમાં ફાર્માસિસ્ટોમાં પણ ગુજરાતી લોકોનું પ્રમાણ વધારે તેમ જણાવતા તેમણે આડકતરી રીતે ગુજરાતી લોકોનીસ કુળશતા ના વખાણ કર્યા હતા.

તદુપરાંત તેમણે ફામર્ર્સીમાં નવી નવી ટેકનોલોજીનો આવનાર સમયમાં કઇ રીતે ઉપયોગ થશે તેનો વિષે વિઘાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં બધા જ સેમેસ્ટરમાં પ્રથમ અને દ્વીતીય આવનાર વિઘાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ આપીને સન્માનીત કરવા ફાર્મસી ભવનના બધા જ અઘ્યાપક ગણમાંથી બેસ્ટ ટીચર એવોર્ડ વિઘાર્થીઓ માંથી બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ, ઉ૫સ્થીત મહેમાનો દ્વારા વિઘાર્થીઓને ફાર્મસી નું મહત્વ તથા તેના ઉજળા ભવિષ્ય ઉ૫ર વ્યાખ્યાન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ દિવસ ને ખુબ જ સારી રીતે ઉજવણી કરવા માટે ફાર્મસી ભવનની ટીમની સાથે ભવનના વિઘાર્થીઓ ફાર્મસી ભવનના અઘ્યક્ષ ડો. મિહિર રાવલ તથા આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. વૈભવ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ ખુબ જ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ દિવસની ઉજવણી ને સફળ રીતે પૂર્ણ થાય તે માટે યુનિવસીટીના કાર્યકારી કુલપતિ ડો. કમલભાઇ ડોડીયા, રજીસ્ટ્રાર ડો. ધીરેનભાઇ પંડયા તથા ગુજરાત ટેકનોલોજીકસ યુનિવસીટીના કુલપતિ પ્રો. નવીનભાઇ શેઠે શુભેચ્છા પાઠવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.