રાગના રણકા, સ્વાદના સબડકા ને મનનો મોરલીયો સાધુતાની સાધનાને રોકે છે

67

સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીનું ઉમળકાભેર સ્વાગત: રાજકોટ ગુરૂકુળના સંતો, હરિભક્તો, વિર્દ્યાીઓ મોટી સંખ્યામાં જોડાયા

રાગના રણકા, સ્વાદના સબડકાને મનનો મોરલીયો સાધુતા તરફની સાધનાને રોકે છે તેમ સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામીએ જણાવ્યું હતું.

વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળ સુરતમાં સદગુરુ વર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તેમના ૧૭૫ ઉપરાંત સંત શિષ્ય સાથે પધારતા દિવ્ય સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું. સુરતમાં વસતા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સર્વે હરિ ભક્તો, સંતો તથા વિદ્યાર્થીઓએ ગુરુવર્ય મહંત સ્વામીનુ હૃદયના ભક્તિભાવ સાથે ઉમળકાભેર દિવ્ય સ્વાગત પૂજન કર્યું હતું.

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ પૂર્ણ કરી સુરતમાં જ વિવિધ પ્રકારના બિઝનેસ કરી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ૭૫ જેટલી મોટરમાં નવસારી સંતોને તેડવા માટે ગયા હતા. સુરત ગુરુકુળ પરિસરમાં વિદ્યાર્થીઓએ બેન્ડવાજા તથા ફટાકડા  ફોડી ધૂન અને કીર્તન ના સથવારે ગુરુવર્ય તેમજ સંતોનું સ્વાગત કર્યું. ગુરુકુળ વિદ્યાલયના પરિસરમાં સ્વાગત મંચ ઉપર બિરાજીત થયેલ સંતો સમક્ષ વિદ્યાર્થીઓએ નૃત્ય સો પોતાની ભક્તિ રજૂ કરી હતી.

આ પ્રસંગે ૧૭૫ ફુટનો મોટો હાર, ફૂલ પાંખડી,  લીલા શ્રીફળ, વસ્ત્રો, માળાઓ, સંતોને ભોજન માટે લાકડાના પાત્રો, પાદુકાઓ, સુકામેવા, શાકભાજી, મસાલા, સાકર, તરબૂચ, સંતરા, શેરડી, પાઈનેપલ વગેરે લઈને ૩૦ ગ્રુપ દ્વારા સમૂહમાં ક્રમશ: ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોનુ સ્વાગત કયુર્ં હતું.

પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગુરુકુળ સુરત દ્વારા ચાલતી વિવિધ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સેવા પ્રવૃત્તિઓના ગ્રૃપો જેવાકે અખંડ ધૂન, વચનામૃત વાંચન,  સુશોભન વિભાગ,  રસોઈ વિભાગ,  ફરતી ધુન, પાર્કિંગ, સિક્યુરિટી, વાહન વ્યવહાર, લાઈટ સાઉન્ડ, બાલ ગુરુલમ, યુવા મંડળો, જન્મદિન ઉજવણી,  નગરયાત્રા, હરિ જયંતિ, પૂનમ મહોત્સવ,  રવિ સભા, સહજાનંદી સભા,  ફુલહાર મંડળ, સુશોભન, સેવારથ વ્યવસ્થા , શિરામણી,  ભક્તચિંતામણી યજ્ઞ,  હરિસ્મૃતિ, ધર્મનંદન સંકીર્તન મંડળ વગેરેની સેવા સંભાળતા યુવાનોએ સ્વાગત પૂજનમાં ભાગ લીધો હતો. તેમજ સુરતના ગુરુકુળ મહિલા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ૬૭ જેટલા ચાલતા બાલિકા મંડળ, કિશોરી મંડળ, ૨૪ યુવતી મંડળ, ૬૭ ભક્તિ મહિલા મંડળ તથા ૫૪ સાંખ્યયોગી બહેનો વતી કાર્યકર્તા ભક્તોએ સંતોનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી કહ્યું હતું કે સાધુઓ કેવળ વાતો કરવાથી નહીં પણ શુદ્ધ જીવન જીવવાથી પૂજનીય છે. મુખવાસ ખાતા ખાતા ઉપવાસની વાતો કરવી એ વાત જુદી છે તેનાથી સામાનું જીવન પરિવર્તન ન થાય. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ સ્ત્રી અને રસાસ્વાદ તેમની આ શક્તિ છોડવી એ સાધુનો માર્ગ છે. રાગના રણકા અને સ્વાદના સબડકા તથા મનનો મોરલીયો સાધુ માર્ગમાં એમની સાધનાને રોકનારો છે.

હરિભક્તોને તેઓએ કહ્યું હતું કે સ્વભાવ અને અભાવ છોડી ઘર, પરિવાર, સમાજમાં પ્રેમનું વાવેતર કરવાથી સુખને શાંતિ મળે છે. અંતમાં તેઓએ કહેલું કે ભગવાન તમારા દેશકાળને વહેલી તકે સુધારે એવી એમના ચરણોમાં અમ સંતોની પ્રાર્થના છે.

હૈદરાબાદ ગુરુકુળથી પધારેલા દેવપ્રસાદદાસજી સ્વામી,  જુનાગઢ ગુરુકુળથી પધારેલા જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી તેમજ સુરતના ધર્મવલ્લભદાસજી સ્વામીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો.

દેશ-વિદેશના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પ્રથમ દ્વિતીય નંબર મેળવનારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓને દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શિલ્ડ તેમજ આશીર્વાદ અપાયા હતા.

પ્રારંભમાં આજના સંત પૂજ્ન મહોત્સવના મુખ્ય યજમાન ધર્મનંદન ડાયમંડ ગ્રુપના તુલસીભાઈ ગોટી, હિતેશભાઈ પટેલ, દયાળભાઈ ગોટી,  ગઢડા ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી સુરેશભાઈ ગાબાણી, ઘનશ્યામભાઈ રાખોલીયા, હરિ ગ્રુપના રાકેશભાઈ દુધાત, ઘનશ્યામભાઈ કથીરીયા, એસઆરકે વાળા ગોવિંદભાઈ ધોળકિયા, ભીખાભાઈ સુતરીયા, ગૃહમ ડેવલોપર્સ વાળા મુકેશભાઈ મોતીસરિયા, આચાર્ય અરવિંદભાઈ ઠેશિયા, નિવૃત્ત શિક્ષણ સચિવ ઝાઝરૂકિયા, લાલજીભાઈ તોરી વગેરે હરિભક્તોએ મહાપૂજન કર્યું હતું.

સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચાલતી વિવિધ સેવાપ્રવૃતિઓ

સ્વામિનારાયણ ગુરુકુળ સુરત દ્વારા વિવિધ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સેવા પ્રવૃત્તિઓના ગ્રૃપો જેવાકે અખંડ ધૂન, વચનામૃત વાંચન,  સુશોભન વિભાગ,  રસોઈ વિભાગ,  ફરતી ધુન, પાર્કિંગ, સિક્યુરિટી, વાહન વ્યવહાર, લાઈટ સાઉન્ડ, બાલ ગુરુલમ, યુવા મંડળો, જન્મદિન ઉજવણી,  નગરયાત્રા, હરિ જયંતિ, પૂનમ મહોત્સવ,  રવિ સભા, સહજાનંદી સભા,  ફુલહાર મંડળ, સુશોભન, સેવારથ વ્યવસ્થા , શિરામણી,  ભક્તચિંતામણી યજ્ઞ,  હરિસ્મૃતિ, ધર્મનંદન સંકીર્તન મંડળ વગેરે કરવામાં આવે છે.

Loading...