Abtak Media Google News

રાજુલા પાસે જાહેરસભાને સંબોધતા રાહુલનો વડાપ્રધાન મોદી સામે સીધો આક્ષેપ

ગુજરાતમાં ચુંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ‘ચોકીદાર ચોર હૈં’ મુદ્દે સુપ્રીમે ફરીથી આ સોદામાં અનિલ અંબાણીને ફાયદો કરાવવા વડાપ્રધાન મોદીએ ફેરફાર કરાવ્યાનો સીધો આક્ષેપ કર્યો હતો. રાજુલા પાસે એક જાહેરસભાને સંબોધતા રાહુલે ન્યાય યોજના માટે દેશની બેન્કોને નવડાવી નાખ્યા છે. ભાગેડુ ઉઘોગપતિઓના ખિસ્સામાંથી પૈસા લાવીશું તેમ જણાવીને આક્ષેપ કર્યો હતો કે મોદી ઉઘોગપતિના ચોકીદારો છે ગરીબોના નહીં.

કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ રાફેલ સોદામાં અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડનો ફાયદો કરાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના આ નેતાને ચોકીદાર ચોર હે ના નિવેદન અને કોર્ટનું વલણને ખોટી રીતે રજુ કરવાના મુદ્દે રાહુલ ગાંધી પાસે માંગેલી સ્પષ્ટતાના દિવસે જ રાહુલ ગાંધીએ મોદી પર નવેસરથી પ્રહારો કર્યા હતા. ચુંટણી સભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેણે ન્યાય યોજનાનો વિચાર પણ નરેન્દ્ર મોદીના ર૦૧૪ ની ચુંટણીમાં દરેક નાગરીકના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા કરાવવાનો જુઠા નિવેદન પરથી જ આવ્યો હતો.

કોંગ્રેસના ઢંઢેરામાં દેશના પ કરોડ ગરીબ પરિવારોની જો વર્ષ ૭૨ હજાર ‚પિયા ન્યાય યોજના અંતર્ગત આપવા માટેના નાણાં વિજય માલીયા, નિરવ મોદી અને મેહુલ ચોકસી જેવાના ખીસ્સામાંથી આવશે. તેમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ વધુ એક વાર નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાંથી રાફેલમાં મોટો ભ્રષ્ઠાચાર થયો હોવાનું અમરેલી લોકસભા મતક્ષેત્ર રાજુમાંથી કર્યો હતો.

યુ.પીએ. સરકારે ૧ર૬ ફાયટર જેટ ખરીદવાનું નકકી કર્યુ હતું. પરંતુ નરેન્દ્ર મોદીએ આ કરારમાં ફેરફાર કરીને ૩૬ જેટ ફાયટર ફ્રાન્સમાં બનાવીને તેની ખરીદી કરી અનીલ અંબાણીને ૩૦ હજાર કરોડનો ફાયદો કરાવ્યો. અનિલ અંબાણીનું જેટ વિમાનો બનાવવાનો કોઇ અનુભવ ન હોવા છતાં તેને આ કામ સોંપી દીધાનો આક્ષેપ કર્યો હતો.

મોદી સરકાર રાફેલ વિમાનની ખરીદી યોગ્ય ભાવથી કરી શકત અનિલ અંબાણીએ કયારેય કોઇ વિમાન બનાવ્યા નથી તો તમે આ કોન્ટ્રાકટ તેમને કેમ આપ્યો. તે તમારા મિત્ર છે તે માટે? ફ્રાન્સના પૂર્વ પ્રમુખે મને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમના દેશમાં આવ્યા હતા અને તેમને ૫૨૬ કરોડના બદલે ૧૬૦૦ કરોડમાં રાફેલ ખરીદીને ૩૦ હજાર કરોડ અનિલને આપશે. તેમ જણાવ્યું હતું .

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશના ર૦ ટકા ગરીબ પરિવારો ને આપવાના ત્રણ ઉઘોગપતિઓ અત્યારે છેતરપીંડી કરીને ભાગી ગયા છે. મને ૭ર હજાર રૂપિયા કયાંથી લાવશે તેવો પ્રશ્ર્ન કરવામાં આવે છે. હું મોદીની જેમ પંદર લાખ રૂપિયા ખાતામાં નાખવાનો વચન આપતો નથી પાંચ વરસમાં દેશના ર૦ ટકા ગરીબોને ૭ર હજાર રૂપિયા આપીશ. હું આ પૈસા કરદાતાઓના ખિસ્સામાંથી લઇને નહિ પણ માલીયા, ચોકસી અને નિરવ મોદીના ખિસ્સામાંથી કાઢીને આપીશ. કોંગ્રેસ સત્તા પર આવશે તો દેશને અંદરેથી મજબુત બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.