કોંગ્રેસ પ્રમુખની વિકાસની તરફેણમાં દોડ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરની સુચના અનુસાર વોર્ડ વાઇઝ ડીઝીટલ મેમ્બરશીપ માટે લોક સંપર્કમાં જોડાયેલા વોર્ડ નં.૧૪ના કોંગ્રેસના આગેવાન માણસુરભાઇ વાળા તથા રોહીતભાઇ બોરીચા વિસ્તારની મુલાકાત લેતા વિસ્તારવાસીનો રોડ પરના ખાડા અને ખરાબ રોડ જેનાથી ત્યાંના વિસ્તારવાસી અને વેપારી ખુબ જ પરેશાન હોવાથી ત્યાં જઇને તે રસ્તાના ફોટ પાડી વોર્ડ નં. ૧૪ ની વોર્ડ ઓફીસે ફોટા સાથેના ત્યાંના વેપારીઓ અને ત્યાંના  નિવાસીઓ પાસે જઇને અંદાજી ૧૫૦ ૨૦૦ વ્યકિતની સહી અને મોબાઇલ નંબરોગવાળી  અરજી કરેલ છે. મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન એ રોડ રસ્તા માટે અંદાજીત ૩પ કરોડ રૂપિયાની જાહેરાત કર્યા બાદ પણ અમારા વિસ્તારમાં પણ રોડ રસ્તાની દુરદશા. ત્યાંના રહેવાસીઓને રોડ પર ચાલવામાં ખુબ જ  તકલીફ થાય છે. આટલા રૂપિયા ફાળવ્યા હોછા છતાં પણ કયારેય પુરેપુરો રોડ બનતો નથી. અમારા દ્વારા જયારે પણ આવી રજુઆત કરવામાં આવે છે ત્યારે રોડ રસ્તાના ખાડા પર ખાલી માટી નાખી થીગડા મારી દેવામાં આવે છે. હાલની પરિસ્થિતિ જોતા જો રોડ રસ્તાનું કામ તાત્કાલીક ધોરણે અને ચોકકસપણે નહી થાય તો અમે વોર્ડ ઓફીસ પર ઘેરાવ કરીશુ માટે અમારા વિસ્તાર વોર્ડ નં.૧૪ ના બધા જ રોડ નવા કરી દેવા.

Loading...