Abtak Media Google News

ખરેખર ‘ટાઢા’પાણીએ ખસ કાઢી.

“ફોજદાર મન્કીવાલાએ આરોપીનો કાયમી ત્રાસ દૂર કરવા એક બકરો અને બાટલીનો ખર્ચો આપ્યો !

કામાતુરાણમ્ ન ભયં ન લજજા…૨

ફોજદાર જયદેવને ક્ધયાનું સોગંદનમુ મોટા હથીયાર રૂપે મળી ગયું જયદેવે સોગંદનામા ને સમર્થન કારક નિવેદનો નોંધી લીધા અને પૂરાવાઓ સજજડ કરી દીધા અને ઉંટવડમાં એક પછી એક ધરપકડો શરૂ થઈ ગારસીંગાને ઈરાદા પૂર્વક આશ્રય આપનાર અને મદદ કરનારામાં દેકારો બોલી ગયો. અમુક તો આઈ.પી.સી ક. ૩૭૬ની મદદગારીમાં પણ જેલમાં ગયા.

આ કાર્યવાહીના પ્રત્યાઘાત જુદાજુદા પડયા; પહેલો પડઘો એ પડયો કે આરોપી ગારસીંગ ઉર્ફે ગારીયો કયાંક અદ્રશ્ય થઈ ગયો તેના વાવડ ઉંટવડ સીમ વગડામાં તો ઠીક પરંતુ આજુબાજુના ગામોમાં પણ કયાંય નહતા બીજો પ્રત્યાઘાત જનતા જે સીમ વગડે જતી તેને શાંતિ અને રાહત થઈ અને ત્રીજા પ્રત્યાઘાતમાં પોલીસમાં મિશ્ર પ્રત્યાઘાત પડયા મિશ્ર એટલા માટે કે ઉચ્ચ અધિકારીઓ આરોપીની ઘર પકડ કરવાનું વલણ ધરાવતા હતા આથી આરોપી જ અદ્રશ્ય થઈ જતા નારાજ થયા કે ‘લટકતી તલવાર’ તો રહી જ ને કે ગમે ત્યારે પાછો આવે. પરંતુ ઉંટવડ અને ગરણી ગામે રાખલે પોલીસ પાર્ટીના જવાનોને નિરાંત થઈ કે હવે આરોપી ઓચિંતો આવી ચડવાનો સતત ખતરો નહિ.

જનતાને તો નિરાંત થઈ પરંતુ જયદેવ માનતો હતોકે આ હંગામી નિરાકરણ છેકાયમી ઉકેલ તો આરોપી પકડાય અને ન્યાયની અદાલતમાં સજા થાય તે જ હતો આમને આમ અમુક મહિના વીતી ગયા ઉંટવડ ગામે મૂકેલી પોલીસ પાર્ટીતો જયદેવે જાતે જ મુકેલી તેથી તેણે પોતે જ તે ઉપાડી લીધી. પરંતુ ગરણી ગામની પોલીસ પાર્ટીનો આદેશ ઉપલી કચેરીનો હતો. અને ભોગ બનનાર પક્ષ પણ પોલીસ પાર્ટી ચાલુ રાખવા જ માગતા હતા. પોલીસ વડા દરમહિને ક્રાઈમ મીટીંગમાં આઆરોપી ગારીયાની ધરપકડની ઉઘરાણી કરતા પરંતુ જયદેવ નિ:સહાય હતો ગારીયો કયાં ‘હવામાં ઓગળી ગયો’ તેજ પ્રશ્ર્ન હતો. તેનોકોઈ અતોપતો નહતો. છતા તે તપાસ કરતોહતો.

એક દિવસ આટકોટ બસ સ્ટેન્ડ ઉપર જયદેવના જુના પરિચિત રાવભાઈ વાળા મળી ગયા તેઓ ગઢડા સ્વામી તાલુકાના મોટીકુંડળ ગામના પીઢ અગ્રણી હતા. બંને જણાએ આઠ દસ વર્ષ પહેલા ના જસદણના પ્રસંગો યાદ કરી ચા -પાણી પીધા વાત વાતમાં રાવભાઈએ કહ્યું કે ‘સાહેબ તમે અગાઉ જસદણ હતા ત્યારે પણ અમને તમારો લાભ મળતો હતો અને અત્યારે બાબરા છો તેનો લાભ તો અમારા ગામ મોટી કુંડળતોઠીક પરંતુ ગઢડા તાલુકાના અમુક ગામોને પણ સારો મળે છે.

જયદેવે એવું કાંઈ કર્યું ન હતુ. કે કુંડળ કે ગઢડાને લાભ થાય તેથી તેને ખ્યાલ આવી ગયો કે આ દરબાર કાંઈક ‘મરમ’માં બોલે છે. પરંતુ જયદેવે તો સીધું જ પૂછી લીધું કે ‘હું તમારા કહેવાનો અર્થ સમજયો નહિ’ આથી રાવભાઈએ કહ્યું તમારા કાયદેસરના ત્રાસને કારણે પહેલા જસદણ ભડલી વિસ્તારમાંથી આરોપીઓ ભાગીને ગઢડા તાલુકામાં આવતા રહેતા હતા હવે બાબરાનાં ઉંટવડ ગામનો ઉઠીયાણ આરોપીનો અત્યારે ગઢડાના ગામડાઓને ત્રાસ થઈ ગયો છે તે સીમ વગડે રખડયા કરે છે. અને ઝપટે ચડે તેનું આવી બને. જનતા ને પણ ગઢડા થાણુ કે ઢસા આઉટ પોસ્ટ દૂર પડે છે. કોઈ જાહેર કરતુ નથી’ પરંતુ જયદેવને તેના આરોપી ગરસીંગ ઉર્ફે ગારીયાનો પત્તો મળી ગયો.

ગારીયાની સીમ વગડે રખડયા કરવાની પધ્ધતિથી જો તે બાબરા તાલુકામાં જ ન પકડાયો તો ભાવનગર જિલ્લાના અજાણ્યા તાલુકા ગઢડાના ગામડાઓમાં કેમ પકડશે તેની પણ ચિંતા થઈ. પરંતુ બાબરાના જામબરવાળા આઉટ પોસ્ટના નાનીકુંડળ ગામ અને આગઢડાનું મોટી કુંડળ ગામ સરહદી ગામો હતા. જયદેવને રાવભાઈ પાસેથી વિગતે જાણવા મળ્યુંકે ગારીયાના મોટીકુંડળ વિસ્તારમાં ઉંટવડ જેવા જ કરતુતો છે ગરીબ અને પછાત લોકો સહન કરી લે છે.પરંતુ હમણા હમણા મોટી કુંડળના પાદરમાં આવેલ એક માલધારીના બારોબારના મકાનમા આ ગારીયો ટાઈમ બે ટાઈમ છરો લઈને ઘુસી જાય છે. માલધારીને પણ આ ખબર પડી છે.

પરંતુ તેતો બીચારોને દિસવે ગાડર બકરા ચરાવવા ગયા સિવાયકોઈ ઉપાય જ નહતો અને પાછળથી ગારીયો આ રીતે ‘મોઢુ કાળુ કરી જતો’ ગરીબ માણસ માલ પાછળ રહે કે ઘરની ચોકીકરે? આથી માલધારીએ રાવભાઈને ફરિયાદ કરી કે બાપુ કાંઈક ઉપાય બતાવો કેમકે હવે તો બૈરૂ પણ કંટાળ્યું છે અને પીયર ચાલ્યા જવાની ધમકી આપે છે. રાવભાઈએ તેને આશ્ર્વાસન આપી કહ્યું થોડા દિવસ ખમીખાં કાંઈક રસ્તો નીકળી જશે. રાવભાઈ એ જયદેવને કહ્યું કે સારૂ થયુંકે તમે આજે જ મળી ગયા. રાવભાઈએ કહ્યું ‘બોલો સાહેબ હવે તમે જ કહો આ તમારા તાલુકાનું પાપ અમારો તાલુકો સહન કરે છે કે નહિ?’ જયદેવે કહ્યું ‘દરબાર હવે કયાં રાજા શાહી જેવી હદ ની પા-બંધી છે. કે બીજાની સરહદમાં જઈને ગુનેગારને ન પકડી શકાયં. હવે તો મુંબઈ તો શું બીહાર જઈને પણ આરોપીને પકડી શકાય છે. જો તમે થોડો સહકાર આપો તો આ પાપને પકડવા હું તૈયાર છું.

આમ તો આપા બધુ પાકુ કરીને જ આવ્યા હોય તેમ લાગ્યું તેમણે કહ્યું આરોપી અમારા ગામે ધ્યાને આવશે તો હું મોટર સાયકલ તમારી પાસે બાબરા રવાના કરી દઈશ પણ તમે પછી તુરત જ આવી જજો. એક દોઢ કલાક તો અમે ગામ લોકો ગારીયાને ગામ બહાર ભાગવા નહિ દઈએ. પરંતુ જણ ‘કાઠો અને લોંઠડો’ છે. જો નાસવા માટે ‘હાથાપાઈની’ થાય તો અમે મારતો નહિ જ ખાઈએ પણ તેને પાડી દઈશુ અને તમારે તેને જેવો હોયતે હાલતમાં લઈ જવો પડે! શરત જોખમી તોહતી જ.

જયદેવને મનમાં થયું કે મુઠભેડ પોલીસની હોયકેજનતાની, ગુનેગાર કયારે શું કરે અને કોને કેવું વરામણુ વાગી જાયતેનકકી નહિ. તે વખતે સરકાર વિરૂધ્ધ ડી. બાસુનું કોર્ટનું ‚લીંગ હજુ આવ્યુંં ન હતુ અને આરોપી ગારીયાને તો ઠીક પણ જો જનતામાંથી કોઈકને ઈજા થઈ તો પછી ગઢડા થાણામા તો ક્રોસ ફરિયાદ થવાનું નકકી જહતુ. છતા જયદેવે રાવભાઈ વાળાને કહ્યું કે જો જો સામાન્ય ઈજા તો ઠીક પણ મરી જાય કે હાથ પગ ભાંગી જાય નહિ તેનો ખ્યાલ રાખજો. રાવભાઈએ કહ્યું હું તો મર્યાદા રખાવીશ પરંતુ ગામ આખાની જાતે જાતની પ્રજા એકઠી થઈ હોય અને તે પણ આવી હાલતમાં આરોપી હોય તો કોઈ આળવિત‚ વસમો ઘા કરી પણ દે છતા પૂ‚ ધ્યાન રાખશું પરંતુ તમે વચન આપો કે મોટર સાયકલ બાબરા તમારી પાસે આવે એટલે તુરત મોટીકુંડળ રવાના થશો.

જયદેવે વિચાર્યું કે આ આરોપી ગારીયાને પકડવાનો બીજો કોઈ સહેલો વિકલ્પ પણ નથી અને વળી મોટીકુંડળ કે ગઢડા પણ કયાં પાકિસ્તાનના છે છે તો ભારતના જ નાગરીકો ? તેનું દુ:ખ એ આપણું જ દુ:ખ તે દૂર કરવા માટે ભલે થોડુ ઘણુ સાહસ ઉઠાવવું પડે પણ કુંડળની જનતા સાથે બાબરા તાલુકાની જનતાનું પણ ભલુ થવાનું જ હતુ. જયદેવે રાવભાઈ વાળાને વચન આપ્યું કે મોટીકુંડળથી મોટર સાયકલ તેની પાસે આવ્યે તે તુરત ત્યાં આવી જશે.

એક દિવસ મોટીકુંડળ ગામે પેલો માલધારી તેનો માલ લઈને સીમ વગડેથી સાંજ પહેલા વહેલો ગામના પાદરમાં આવી ગયો. ગાડર બકરાને જોખમાંપૂરે તે પહેલા તેણે ઓરડા તરફ નજર નાખી તો ઓરડો અંદરથી બંધ હતો અને ઓરડાના દરવાજા બહાર બૂટ પડેલા જોયા તે બધુ સમજી ગયો અને તેણે રાવભાઈની સુચના મુજબ ધીમેથી ઓરડો બહારથી સાંકળ મારી બંધ કરી ગામમા રાવભાઈ પાસે દોડયો. પાંચ દસ મીનીટમાં તો ગામ આખુ હાથ પડે તે હથીયાર લઈને માલધારીના ઓરડા ઉપર ઉમટયું સીધી વાત હતી કે આખું આયોજન રાવભાઈનું હતુ તેમણે અગાઉથી જ ગામ સભા બોલાવી આ પાપ ને ઓછામાં ઓછા જોખમે દૂર કરવાની અને બાબરા ફોજદાર સાથે નકકી થઈ ગયાની જાણ કરેલી. આયોજન મુજબ જ એક બુલેટ મોટર સાયકલ બાબરા તરફ રવાના થયું.

જયદેવને બાબરા સમાચાર મળતા જ તે તેના જવાનોને હથીયારો, હાથ કડી દોરડા સાથે તૈયાર કરી જાણે ભુપત બહારવટીયાને પકડવાનો હોય તે રીતે રવાના થયો. જીપ દરેડ જામબરવાળા નાનીકુંડળ થઈ થોડા સમયમાં જ મોટી કુંડળ તરફ ગઈ.

આ બાજુ ઓરડામાં રહેલા ગારસીંગાને ખ્યાલ આવી ગયોકેમોટી કુંડળ ગામના લોકોએ હથીયારો સાથે ઓરડાને ઘેરો ઘાલ્યો છે. પરંતુ ચારે બાજુથી ઘેરાઈ ગયેલ હોય તાત્કાલીક કેમ ભાગવું અને શું કરવું તેનો તેને સુઝકો પડતો નહતો. ઓરડો તો બહારથી બંધ હતો કોઈ બારી તો હતી નહિ ઉપર દેશી નળીયાનું છાપરૂ હતુ પણ તે ઉંચુ હતુ વળી કોઈ સાધન વગર ખપેડો નીચેથી ફાડવો સહેલો તો ન હતો. તેણે બારણાની તીરાડમાંથી બહાર જોયું તો હાથમાં હથીયારો લઈને ઉભેલા લોકો તેને આજે તો સાક્ષાત જમદુત જેવા લાગ્યા આખરે સાંજ ઢળતા અને થોડુ ઘણુ અંધારૂ થતા ગારસીંગા ઉર્ફે ગારીયાએ હતુ તેટલુ બળ વાપરી છાપરાના નેવા પાસેની દિવાલ પાસે છાપરૂ ફાડવાની શરૂઆત કરી. પરંતુ ગામ લોકો પાસે તો ભરપૂર સામગ્રી તૈયાર હતી તે નેવા નજીક ગોઠવી તેની ઉપર હથીયારો સાથે ઉભા રહી ગયા.

આ બાજુ ગારીયાએ વિચાર્યું કે પોલીસના હાથે એન્કાઉન્ટરમાં મરવા કરતા જનતાનો સામનો કરી નાસી જવાની શકયતા નો વિચાર કરી તેણે ખપેડા કે છાપરામાંથી જ છટકી જવાનું નકકી કર્યું તેને છાપરૂ તોડી જેવો થોડો બહાર નીકળવા કોશીષ કરી ત્યાંજ તેની ઉપર ધોકા અને ગેડીયા વાળી બોલી છતા ગારીયો પૂરી તાકાત લગાવી છાપરાની બહાર તો આવી જ ગયો. પરંતુ ‘સામટા કાગડે ધુવડ વિંટાય’ તે રીતે જનતાએ ગારીયાને પાડી જ દીધો અને તેનો છરો પણ આંચકી લીધો.

રાવભાઈએ તૈયાર રખાવેલા દોરડા વડે તેને ટાઈટ બાંધીને રણગોળીયો કરી દીધો. વળી કોઈક ટીખળીયાએ વાણંદને પણ અસ્ત્રા સાથે બોલાવી લીધેલો અને પોલીસ આવે તે પહેલા જ ગારસીંગાના માથાનો અડધો મુંડો કરી નાખેલો, એક બાજુનું નેણ ઉતરાવી નાખેલ તો એક બાજુની મુંછ પણ બોડી નાખેલી પેન્ટ સિવાયના તમામ કપડા પણ ઉતારી લીધા હતા. છતા રાવભાઈએ ગારસીંગાને વધુ માર ખાતો બચાવેલો. પરંતુ જુવાનીયાઓ ધારદાર હથીયારો લઈ ચકકર મારતા હતા રાવભાઈ તેમને વારતા હતા કે કાયદો કાયદાનું કામ કરે જો તમે કાંઈ કરશો તો તમે વગર કારણે ૨૦-૨૦ વર્ષ માટે અંદર જશો.

દરમ્યાન બાબરા પોલીસની જીપ મોટી કુંડળ ગામે પહોચી ગઈ રાવભાઈને હાશકારો થયો અને બોલ્યા પાકુ બાપુ વચન એટલે વચન! પોલીસ આવી જતા જનતા ત્યાંથી ચાલી ગઈ ગારસીંગાને પોલીસની હાથકડી અને રસ્સા વડે બાંધ્યો અને જે રણગોળીયા સ્થિતિમાં બાંધેલો તેમાંથી મૂકત કર્યો ગામમાં અજવાળામાં લાવીને ગારસીંગાને તપાસ્યો તો તેને શરીર ઉપર મારના ચાંભા હતા પણ કોઈ જોખમી ઘા દેખાતો ન હતો. જયદેવ ને પણ હાશકારો થયો અને ગારસીંગ ઉર્ફે ગારીયો બગડુની કાયદેસર ધરપકડ વિધી કરી રાવભાઈના ચા-પાણી આવી જતા તે પીને તેમનો આભાર માન્યો તો રાવભાઈએ પણ તેમના ગામવતી જયદેવનો આભાર માન્યો અને જીપ બાબરા તરફ રવાના થઈ.

બાબરા જઈ ઉંટવડની ફરિયાદી છોકરીએ આપેલ નિવેદનની ગારીયાને પૂછપરછ કરી ખરાઈ કરતા મામ હકિકત સત્ય હતી ગારસીંગ ઉર્ફે ગારીયાની મેડીકલ તપાસણી કરાવવામાં આવી સીપીઆઈ બગસરાને વાયરલેસથી જાણ કરી ગરણીવાળા કેસ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું તમામ તપાસ વિધિ પુરી થતા ગારસીંગા ને અદાલતે અમરેલી જીલ્લા જેલમાં મોકલી દીધો આથી ગરણી કોટડાપીઠા અને ઉંટવડ વિસ્તારમાં હાશકારો થયો ચાર પાંચ વર્ષે ગરણી ગામેથી પોલીસ પાર્ટી ઉઠી ગઈ.

થોડા સમયમાં જ જયદેવની બાબરાથી બદલી થઈ ગઈ અને બાદમાં ગારસીંગ વિ‚ધ્ધના બંને ગરણી અને ઉંટવડના બળાત્કારના કેસો કોર્ટમાં નાસાબીત થતા આ કામી બહારવટીયું ગારસીંગુ પાછુ જેલની બહાર આવ્યું અને થોડા દિવસમાં જ તેની જૂની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. તે સમયે બાબરાના ફોજદાર તરીકે મન્કીવાલા હતા મન્કીવાલા ફોજદાર જમાનાના ખાધેલા અને પેલી કહેવત ‘સાપ મરી જાય પણ લાકડી ભાંગે નહી’ તેવી કાર્ય પધ્ધતિથી કામ કરવા વાળા હતા. ત્યાર પછી એક દિવસ જયદેવ કોર્ટ મુદતમાં બાબરા આવતા એક જાણકાર કોન્સ્ટેબલે ગારસીંગાની નવી ‘અથ થી ઈત’ સુધીની વાત કરી જે આ પ્રમાણે હતી. જેલમાંથી છૂટયા પછી ગારસીંગે એક ઉંટવડની જ વાઘરી ક્ધયાને ઉપાડી લીધેલી આ છોકરીના તેની નાતના રીવાજ મુજબ બચપણમાં જ બીજે કયાંક લગ્ન તેની નાતના છોકરા સાથે થઈ ગયેલા હતા.

છોકરીના બાપ ને તો ગારસીંગાએ જો ફરિયાદ કરી તો તેમ કહી છરો બતાવેલો તેથી પોલીસમાં કોઈ ફરિયાદ કરેલી નહી અને તેથી તે ભયમાં જ હતો છોકરી ને ગારીયો સીમ વગડે રખડાવતો હોવા છતા ફરિયાદ કરતો ન હતો. પરંતુ છોકરીના સાસરા પક્ષે નાત ભેગી કરી અને છોકરીના બાપ ને કહ્યું કાં છોકરી પાછી લાવી દે નહિ તોતુ નાત બહાર એમ ધમકી આપી આથી બંને બાજુથી ભીડાયેલો છોકરીનો બાપના છૂટકે ફોજદાર મન્કીવાલા પાસે આવ્યો અને ઘા નાખી કે ‘બાપ તમે બચાવો’ મન્કીવાલાને ઉંટવડના અને ગારીયાના તમામ સમાચાર તો મળી જ ગયા હતા અને તેણે મનોમન આયોજન પણ કરી રાખેલુ.

મન્કીવાલાએ છોકરીના બાપને કહ્યું છોકરી પાછી લાવવા માટે તું ફરિયાદ કરે તે પછી તું ઉંટવડમાં શાંતિથી રહી શકીશ? છોકરીના બાપાએ કહ્યું ‘ના બાપ તે જીવવા ન દયે’ આથી મન્કીવાલાએ કહ્યું ‘તું એક કામ કર, ગારીયાને તું સીમ વગડે એકલો મળી શકે? તેણે કહ્યુંં સાહેબ વગડામાં બે ચાર વખત હું ગરીયાને છોકરીમૂકી દેવા આજીજી કરી આવ્યો છું પણ તે માનતો જ નથી છોકરી પણ લંધાઈ ગઈ છે. અને તેને પણ મારી સાથે આવવું છે. પરંતુ આ ખવીસ છરો બતાવી આવવા દેતો નથી અને મને પણ પતાવી દેવાની ધમકી આપે છે.

મન્કીવાલાએ છોકરીના બાપને વિગતે કાયદાની જોગવાઈથી સમજાવ્યો કે ‘જે હાલતમાં તારી છોકરીને ગારસીંગો પોતાના કબ્જામાં રાખી છે અને બળાત્કાર કરે છે. તે સંજોગોમાં જો તારી છોકરી પોતાના સ્વરક્ષણ અર્થે ગારસીંગાને પતાવી દે તો કાયદામાં આવા સંજોગોમાં સ્ત્રિને સ્વબચાવનો હકક આપવામાં આવેલ છે. છોકરી આવા નરાધમને મારી નાખે તો પણ કાંઈ થાય નહિ વાઘરીએ મન્કીવાલાને કહ્યું બાપ છોકરીતો પહુડી છે તે આ રાક્ષસને મારી શકે નહી મન્કીવાલાએ કહ્યું ‘તો એમકર તું ગારસીંગાને સમાધાન બહાને કયાંક બારોબાર બોલાવ અને તે કાર્યક્રમમાં એક સારો પત્તીરો બકરો વધેર અને સાથે દેશ દારૂની પણ સગવડતા કરી કાર્યક્રમમાં ગારસીંગાને ધરવાહેંટ ખવરાવી પીવરાવી બઠ્ઠો કરી દે જે અને ગારસીંગો પૂરો ધરાઈને સુઈ જાય પછી તું જ ગારીયાને હલાલ કરી નાખજે અને છોકરીને સમજાવી ને ગુન્હો તે પોતે માથા ઉપર ઓઢી લે તો તમે બાપ દીકરી બંને આઝાદ! ‘છોકરીના બાપે કહ્યું’ તે તો બાપ તમારી દયા પરંતુ બકરાનો ખર્ચ કયાંથી કાઢુ?’ ફોજદાર મન્કીવાલાએ તુરત જ ‚પીયા પાંચસોની નોટ સમાજના એક ઉમદા કાર્યમાં દાન આપતા હોયતેમ તેને આપી.

તે પછી ત્રિજા દિવસે જ પોલીસ સ્ટેશનમાં પેલી વાઘરી ક્ધયા લોહીવાળા છરા અને કપડા ઉપર લોહીના છાંટા ઉડેલી હાલતમાં હાજર થઈ અને જાહેર કર્યું કે આ છરો ઉંટવડના ગારસીંગ ઉર્ફે ગારીયા બગડુનો છે તેણે પંદરેક દિવસ પહેલામા‚ અપહરણ કરેલું અને છરીની અણીએ સીમ વગડે રખડાવી વારંવાર બળાત્કાર કરતો હતો આજે તે સુઈ ગયા પછી મેં મોકો મળતા જ ગારસીંગાના છરા વડે જ તેને પતાવી દીધો છે.

‘ફોજદાર મન્કીવાલાએ ધોરણસર એક નહિ બે એફઆઈઆર નોંધી એક અપહરણ બળાત્કારની અને બીજી ખૂનની! છોકરીને અદાલત સમક્ષ રજૂ કરતા તેને જયુડીશીયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધી પરંતુ પોલીસે ગારસીંગની ભૂતકાળની કરમકુંડળી, સીરીયલ રેપની જુદી જુદી એફઆઈઆર ખેડુત ક્ધયાની એફીડેવીટ વિગેરે કોર્ટમાં રજૂ કરતા એકાદ અઠવાડીયામાં જ તે છોકરી જામીન ઉપર છૂટીને ઘેર પહોચી ગઈ પંચાળ પંથક હવે ખરેખર ભય મૂકત થયો.

જયદેવ વિચારતો હતો કે ફોજદાર મન્કીવાલાએ ખરેખર ભેજાવાળુ કામ તો કર્યું જ છે. કેમકે જો છોકરીએ ખૂનનો આરોપ પોતાના ઉપર ઓઢયો ન હોત તો પણ પોલીસને ખાસ કોઈ જોખમ ન હતુ પરંતુ ગારીયાને પકડવા જતા જો મુછભેઢ થઈ હોત તો બે જોખમો તો ઉભા જ હતા અકે પોલીસને પ્રાણઘાતક ઈજા થવાનો અથવા જો મુઠભેડમાં આરાપે માર્યો જાય તો ફર્જી એન્કાઉન્ટર બનાવટી મુઠભેડનાં આક્ષેપોની તપાસોનો ભય ચોકકસ હતો. ફોજદાર મન્કીવાલાએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.