Abtak Media Google News

આર.આર.સેલ દ્વારા માળીયા ભીમસર ચોકડી નજીક પંજાબના ટ્રક માંથી ૪૦ લાખનો દારૂ ઝડપી લીધો ; બે ઝડપાયા

રાજકોટ રેન્જ ના આર. આર.સેલ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે રૂ ની ગુણીઓ નીચે છુપાવી મધ્ય પ્રદેશમાંથી કચ્છ તરફ લઈ જવામાં આવી રહેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ ૪૦ લાખના મુદામાલ સાથે પંજાબના બે શખ્સો ને ઝડપી લીધા છે જ્યારે અન્ય આરોપી ને ઝડપવા કાર્યવાહી હાથ ધરેલ છે
Img 20180218 Wa0002બનાવની મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ ના આઈ.જી. ડી.એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ના પી.એસ.આઈ કૃણાલ પટેલ સહિત ની ટિમ ને ખાનગી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ થી ટ્રક ભરી ને દારૂ કચ્છ તરફ જય રહ્યો છે ત્યારે આર.આર.સેલ ની ટિમ માળિયા ની ભીમસર ચોકડી નજીક વોચમાં હતી ત્યારે પી.બી.૧૧ સી .જી. ૨૯૩૪ નમ્બર નો રૂ ભરેલો શંકાસ્પદ હાલતમાં પસાર થતા ટ્રક ને રોકી ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડ ની નાની – મોટી ૮ હજાર જેટલી દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૩ લાખથી વધુ અને ૭ હજાર બિયર ટીન કિંમત રૂપિયા ૭ લાખ આમ કુલ ૩૦ લાખ જેટલો દારૂ-બિયર નો જથ્થો , બે મોબાઈલ અને ટ્રક કિંમત રૂપિયા ૧૦ લાખ આમ કુલ મળી રૂપિયા ૪૦ લાખના મુદમાલ સાથે બલવીરસિંગ ઉર્ફે બનટી સુખદેવસિંગ મજબી , મલકિતસિંગ અમરીકસિંગ મજબી રહે બને પંજાબ વાળને ઝડપી લીધા છે
Img 20180218 Wa0003જ્યારે અન્ય આરોપીઓમાં સંજય પ્રભુ દિયાલ ટ્રકનો માલિક અને દારૂ સપ્લાય કરનાર ફૂલદીપસિંગ રતનસિંગ જાટ તેમજ અન્ય એક આરોપી નું નામ ખુલતા તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અગે હાલ માળિયા પોલીસ મથકે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આર.આર.સેલ માળિયા પોલીસ મથકે ગુનો નોધાવી આ દારુ જથ્થો કેટલા સમયથી કચ્છ જતો હતો અને અન્ય કોણે મંગાવ્યો હતો તેમજ અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે તેની વધુ તપાસ ચલાવી રહી છે
ઉલ્લેખનીય છે કે દારૂનો જથ્થો રૂ ની ગુણીઓ નીચે સંતાડી અનોખી રીતે કચ્છમાં ઘુસડવા જ્ત્તા આર.આર.સેલ ટીમે બને આરોપી ને ઝડપી તેને રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.