Abtak Media Google News

જય વસાવડા, આર.જે. દેવકી અને જયેશ ઠકરારે લોકોને મુંઝવતા પ્રશ્ર્નોના આપ્યાં સોલ્યુશન: ભરચકક ઓડીયન્સે મોજ માણી

20191115222153 Img 6269

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ ટી પોસ્ટ ખાતે ટી-૨૦ નો મસ્ત મુકાબલો યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતા વકતા લેખક અને યુથ આઇકોન જય વસાવડા અને આર.જે. દેવકી ઉ૫સ્થિત રહ્યા હતા અને જાણીતા પત્રકાર જયેશ ઠકરાર દ્વારા પ્રશ્ર્નોતરી કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં રાજકોટની રંગીલી જનતા ઉ૫સ્થિત રહી હતી અને પોતાના પ્રશ્ર્નો મુંઝવણો આર.જે. દેવકી તથા લેખક જય વસાવડા સમક્ષ રજુ કર્યા હતા અને તેમના પ્રત્યોતર બન્નેએ આપ્યા હતા. યુવાનો સાથે થયેલા આ સંવાદ દરમિયાન વિવિધ વિષયોના પાસાને ત્રણેય વકતાઓએ આવરી લીધા હતા. રાજકોટની રંગીલી જનતાને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય જ્ઞાન ટી-પોસ્ટના પ્રયત્નોના કારણે મળ્યું હતું.

આ મિત્રો સાથે માણવાની મહેફિલ હતી: જય વસાવડા

Vlcsnap 2019 11 16 13H50M06S129

‘અબતક ’ સાથેની વાતચીતમાં જય વસાવડાએ જણાવ્યું હતું કે, આજે બહુ જ મજા આવી હતી. અને મારે તો મિત્રો સાથેની મહેફીલ હતી આ બધા મારા મિત્રો જ છે. એટલે બહુ મજા આવી હતી. ટી પોસ્ટમાં તો મિત્રોની મહેફીલ જ હોય છે સવાલ જવાબ તો થતા રહે પણ એની સાથે આજે મિત્રી સાથે થોડી કલાકો માણવાનો મોકો મળ્યો તે આનંદની વાત છે.  ગયા વખતની જેમ આ વખતે પણ મજા આવી અને આખા રાજકોટને પણ મજા આવી સમય તો પસાર થઇ જ જવાનો છે. પણ મહત્વની વાત તો આ જ છે કે આપણે બધાએ સાથે મળીને એજોય કર્યુ હું એમ માનું છું કે ઇન્સિપ્રિરેશન છે તે એ માણસ પોતાની અંદરથી  જ શોધતો હોય છે. અમારા જેવા તો ખાલી આસપાસ જે ઢાકળ ધુબળ પડયો હોય તેને હટાવવાનું કામ કરીએ છીએ. હું એવું માનું છું કે તમારી અંદર જે એક તણખો પડેલો છે. મારે કારણે જે એ તણખો છે તેની આજુબાજુ જે રાખ વળેલી છે તે રાખને દુર કરીને જે અંગારો છે તેને બહાર લાવવાનું કામ અમે કરીએ છીએ. આપણે ખાલી રથ ચલાવી શકયે પણ કોઇના જીવનના ચક્રને આપણે ન ચલાવી શકીએ જીંદગીમાં તમે આંખ, કાન ખુલ્લા રાખો, દિલ ચોખ્ખુ રાખો, તમને જીદગી રોજ કંઇક શીખવાડે છે પણ હા એ શીખવા માટે તમારે પાટી કડી રાખવી પડે એટલે જીંદગી એમાં અક્ષર પાડી શકે.

આ મેચ નહિ, બધાને આનંદ કરાવવા માટેની એક રમત હતી: જયેશ ઠકરાર

Vlcsnap 2019 11 16 13H51M13S228

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જયેશ ઠકરારે જણાવ્યું હતું કે, કોઇ પણ મુકાબલો હોય એમાં કાંઇ જીતતું હોય અને કોઇ હારતું હોય છે. પરંતુ આ એક જ મુકાબલો એવો હતો જેમાં રમવા વાળા, બોલંીગ ફેંકવાવાળા બધા જીત્યા છે. અને જોવા વાળા પણ જીત્યા છે. કાંઇપણ સોદો ત્યારે જ ફાયદામાં હોય છે. જયારે બધા જ લોકો જીતતા હોય છે આ એક એવી સ્પર્ધા હતી કે જે જઝબાતોથી છલ્લોછલ હતી જીંદગીની આટલી ભાગદોડમાં જયારે આવી સ્પર્ધા થાય ત્યારે બધા ત્થાં જીંદગીની ભાગદોડ છોડીને આનંદ કરવા આવતા હોય છે એટલે હું માનું છું કે આ મેચ નઇ પણ બધાને આનંદ કરવા માટેની એક રમત હતી આર જે દેવકી અને જય વસાવડા જેવા જે જીદગીમાં ખુબ ઇન્જોય કરે છે. તેવા પાત્રોને જયારે આપણે મળીએ. અને આવા કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આપણે પણ આપણી અંદરની જે ઉર્જા છે. તેને બહાર લાવવાનું મન થઇ જાય છે અને આપણો આનંદની લાગણી અનુભવીએ એ છીએ અને આપણી જીંદગીનું મેધધનુષ્ય સાતેય રંગે ખીલી ઉઠે છે.

મારી દેવકીથી આર. જે. દેવકી સુધીની સફર ખુબ રસપ્રદ: આર.જે.દેવકી

Vlcsnap 2019 11 16 13H53M19S220

‘અબતક’સાથેની વાતચીત દરમિયાન આર.જે. દેવકીએ જણાવ્યું હતું કે હું રાજકોટ ઘણી વખત આવી છું. જેમ કે કસ્તુરબા પારકી સમુદ્ર મંથન ધાડ વગેરે ભજવવા આવતા હોય કે ટોક-શો માટે આવતી હોય કે સોરઠી ડાયરીઝ માટે આવતી હોય મને ખુબ જ આનંદ આવે છે. ત્યારે આજે હું ટી-પોસ્ટ ખાતેના ટી-ર૦ મુકાબલામાં ખુબ જ મજા આવી અને ખુબ જ સારું ઓડીયન્સ હતું. રાત્રે સાડા નવથી બે વાગ્યા સુધી ટોક-શો ચાલ્યો હતો અને છેલ્લે સુધી હાઉસ ફુલ ઓડિયન્સ હતું. મારી દેવકી થી આર.જે. દેવકી સુધીની સફળ ખુબ જ રસપ્રદ હતી. અન એકસ્પેકટેડ હતી. ઘણા બધા ટવીસ્ટ એન્ડ ટન્સ હતા. દેવકી અને આર.જે. દેવકીમાં હું નથી માનતી કે કોઇ તફાવત છે.  મે ઘણા નાટકો ભજવ્યાં છે. મને મારા બધા જ પાત્ર ભજવતી વખતે ખુબ જ આનંદ આવે છે. હું આજના યુવાનોને એ જ કહીશ કે  તે તમે પોતાની જાતને સમજો ઓળખો આજકાલ બહુ જ બધા માઘ્યમો છે. મીડીયાના જે ઘણા બધા ઓપીનીયન તમારા પર થોપી દે છે. ત્યારે તમારુ પોતાનું એક ખુદનું ઓપીનીયર રહે. બીજાના ઓપીનીયર પર આધારીત ન રહો દરેક જગ્યાએથી માહીતી મેળવો અને પોતાનો ઓપીનીયર કેળવો.

અમે વારંવાર આવા કાર્યક્રમો આપવા પ્રયત્ન કરીએ છીએ: દર્શનભાઇ

Vlcsnap 2019 11 16 13H51M21S103

’અબતક’ સાથેની વાતચીત દરમિયાન દર્શનભાઇ જણાવ્યું હતું કે ટી પોસ્ટ ફાઉન્ડર છું. અમારે ટી પોસ્ટના ૧૭૦ આઉટલેટ છે. આવા દેશી કાફે જે ૩૦ હજાર ફુટમાં ફેલાયેલા છે. તેવા અમારા ત્રણ આઉટલેટ છે. જે રાજકોટ, જામનગર અને અમદાવાદમાં છે. અને અમે વારંવાર આવા કાર્યક્રમો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જયભાઇને અમે વારંવાર આવા પ્રોગ્રામ માટે બોલાવીએ છીએ અમારો હેતુ એ જ છે કે લોકો યા સાથે વધુ જોડાય. પાણી પછી સૌથી વધારે ચા પીવાય છે. ત્યારે અમારા ટી પોસ્ટની વાત કરું તો અમે આમા ત્રણ વસ્તુનો ખ્યાલ રાખ્યો છે. એક તો અમારા દરેક આઉટ લેટમાં ખ્યાલ રાખ્યો છે. એક તો અમારા દરેક આઉટ લેટમાં પોકેટ ફેન્ડલી હોય છે. જેમાં કોઇના ખીસ્સાનો ભાર ઓછો ન પડે અને બીજું અમે હાઇજેનને ખ્યાલ રાખ્યો છે. અને સારા એમડીએસનો ખ્યાલ રાખ્યો છે. આજના ટી પોસ્ટના મેચમાં ખુબ જ મજા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.