Abtak Media Google News

શું ફટાકડા વગર જ લોકો દિવાળીની ઉજવણી કરશે?  હિંદુ તહેવારો પર જ આ પ્રકારના પ્રતિબંધ?

વિવિધમાં એકતા એટલે ભારત…. ભારતને તહેવારોના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ હવે તહેવારોને કેવી રીતે સેલિબ્રિટ કરવા તે હવે આપણે નહિં પણ સુપ્રિમ કોર્ટ નક્કી કરશે તેવું લાગી રહ્યું છે.  કારણ કે હવે સુપ્રિમ કાર્ટના સમય અનુસાર આપણે તહેવારોની ઉજવણી કરવી પડશે. કારણ કે દિવાળી પર સાંજે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનું મૂહર્ત આવ્યુ છે. એટલે કે દિવાળી પર માત્ર ૨ જ કલાક ફટાકડા ફોડી શકાશે જ્યારે ન્યૂ યર પર ૨૦ મિનિટ સુધી જ ફટાકડા ફોડી શકાશે.

આજે આપણા જ દેશમાં આપણા જ બાળકોના હામાંથી ફટાકડા છીનવી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. એક તરફ નાના બાળકો આતુરતાપૂર્વક દિવાળીના વેકેશનમાં ફટાકડા ફોડવાની રાહ જોતા હોય છે. પરંતુ હવે એ જ બાળકોના હાથમાંથી સુપ્રિમ કોર્ટ ફટાકડા છીનવી લેવા જઈ રહી છે.

હવે આપણે આપણા બાળકોને કદાચ એવું જ કહેવું પડશે કે ૮ થી ૧૦ની વચ્ચે જ આ ફટાકડા ફોડી લે નહિં… તો પોલીસ આવીને તને પકડી જશે. જો કે આ વાત તો નાના બાળકોથી લઈને મોટા તમામ લોકોને લાગુ પડે છે. પણ અહિયા સવાલ એ થાય છે કે ૧૦ વાગ્યા પછી ફટાકડા ફોડનાર લોકો પર તંત્ર શું કાર્યવાહી કરશે?

એર પોલ્યુશનના કારણે લેવાયેલો આ નિર્ણય જરા પણ ખોટો નથી. પરંતુ સવાલ એ થાય છે કે શું એક  દિવસ ફટાકડા નહિં ફોડીએ તો એર પોલ્યુશનનું નિવારણ આવી જશે? નહિં ને! તો પછી દિવાળી ટાણે જ કેમ આવા પ્રકારના પ્રતિબંધ લાદવામાં આવી રહ્યાં છે. હવે જો આ પ્રકારના પ્રતિબંધ મુકવામાં આવ્યા છે તો શું હવે તંત્ર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ પોલીસની ટીમને તૈનાત કરશે.

શું આ યોગ્ય છે? મુદ્દો પર્યાવરણનો છે એટલે કદાચ ૧ દિવસ માટે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો હશે તેવું આપણે માની લઈએ. પરંતું બાકી ના ૩૬૪ દિવસનું શું? શું બાકી ના ૩૬૪ દિવસ લોકોને શુધ્ધ હવા મળે છે? જો કે આ પ્રકારનો નિર્ણય પહેલીવાર જ લેવામાં આવ્યો હોય તેવું નથી. આ પ્રકારનો નિર્ણય આજથી ૧૦-૧૫  વર્ષ પહેલા પણ લેવામાં આવ્યો હતો. પરંતુ તેનો અમલ આજ દિન સુધી નથી થયો. તેનું શું?

કેમ હિંદુ તહેવારો પર જ આ પ્રકારના પ્રતિબંધ?

હોળી આવે એટલે કલર અને પાણીના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવે, તો નવરાત્રીના તહેવાર પર નોઈસ પોલ્યુશનની ચિંતા કરવામાં આવે છે અને હવે દિવાળીના તહેવાર પર એર પોલ્યુશનની ચિંતા કરવામાં આવે છે. આ સાથે આ મુદ્દા પર અલગ અલગ પ્રકારની ડિબેટ પણ કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ લગાવેલા પ્રતિબંધ પરી તો એવુ લાગે છે કે જાણે જો લોકો એક દિવસ ફટકડા નહિં ફોડે તો એર પોલ્યુશનનુ નિવારણ આવી જશે. જો એર પોલ્યુશનની એટલી જ ચિંતા હોય તો નદીમાં ભડતા ખરાબ પાણી, કારખાનાઓનો  ખરાબ કચરો ઠાલવવાનું કેમ બંધ કરવવામાં ની આવતું.

ચોપડા બન્યા હવે માત્ર શુકનની શોભા

જેમ જેમ આપણે સંસ્કૃત ભાષા ભૂલતા જઈએ છીએ, તેમ તેમ આપણે સાવ અજાણ બની ગયા-અને અંગ્રેજી શીખ્યા એટલે પશ્વિમી સંસ્કૃતિ વિશે જાણતા થયા અને તેને અપનાવવા લાગ્યાં છીએ. પહેલા દિવાળી પર ચોપડા પૂજન થતું હતું, જો કે આજે પણ એ ચોપડા પૂજન કરવામાં આવે છે.

પરંતુ તેનું પ્રમાણ ઘટતું જાય છે. કારણ કે કોમ્પ્યુટરનાં કારણે શહેરમાં ચોપડાનું પ્રમાણ ઘટતું જાય છે અને ઇ-યુગમાં ચોપડાની ખરીદીમાં ઘટાડો થઈ રહ્યો છે. કોમ્પ્યુટરાઈઝેશનનાં પરિણામે ચોપડાઓમાં એકાઉન્ટ લખવાનું ઘટી જતાં હવે વેપારીઓ દ્વારા દિવાળીનાં તહેવારોમાં ફકત શુકન માટે જ ચોપડાની ખરીદી થાય છે.

ચોપડાની ખરીદી અષાઢી બીજી શરૂ થઈ જતી હોય છે અને કેટલાક વેપારીઓ પહેલાી જ બુકીંગ કરાવી લેતા હોય છે. પરંતુ કોમ્પ્યુટર યુગનાં કારણે બુકીંગ તો દૂર પણ ખરીદીમાં પણ ઘટાડો આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને દેશી ચોપડાનું ચલણ તો બંધ થઈ ગયું છે.

તેને બદલે વેપારીઓ રોજમેળ, ઉઘરાણીબુક અને ધાડિયો વગેરેની ખરીદી કરે છે. આમ તો ચલણમાં આ ઘટાડો છેલ્લા પાંચ- છ વર્ષથી તો આવ્યો છે. પરંતુ છેલ્લા ૫-૬ વર્ષમાં મહત્તમ ઘટાડો થયો છે. દિવાળીનાં તહેવારોમાં ચોપડાપૂજનની પરંપરા તો અકબંધ જળવાઈ જ રહી છે. પરંતુ કોમ્પ્યુટરનાં વધતા જતા ઉપયોગને કારણે લાલ ચોપડાનો યુગ ધીમે ધીમે અસ્ત પામી રહ્યો છે.

ફટાકડાના વેપાર સાથે જોડાયેલા લોકોનું શું?

દિલ્લી ગઈછમાં સુપ્રિમ કોર્ટએ ફટાકડાઓના વેંચાણ પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે ફટાકડાના વેપાર સાથે જોડાયેલા લોકોનું શું? સુપ્રિમ કોર્ટના આ નિર્ણયના કારણે ફટાકડાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાય ગયો છે. આ સાથે જ વેપારીઓમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. આમ દિલ્લાના હવામાનને સુધારવા માટે કોર્ટે સુપ્રિમ હોડો ચલાવ્યો છે અને ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.

એક તરફ કેન્દ્ર સરકાર ડિજિટલ ઈન્ડિયાનુ સપનું જોઈ રહી છે. જે માટે તમામ વસ્તુઓ ઓનલાઈન ખરીદવા માટે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે આગ્રહ કરી રહી છે. પરંતુ સુપ્રિમ કોર્ટે ઓનલાઈન ફટાકડાની ખરીદી પર પ્રતિબંધ લગાવતા ડિજિટલા ઈન્ડિયાનું સપનું હવામાં જ ઉડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.