જામીનની રાહમાં રહેલા શખ્સ કોરોનાને લીધે જેલમાં કોરેન્ટાઈન

37

સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચ દ્વારા ચાર્જશીટમાં લીમીટેશનને લીમીટેડ નથી નડતું: જામીન અરજીની બંને પક્ષોની સંમતિથી સુનાવણી હાથ ધરાઈ

કોરોનાની વિશ્ર્વવ્યાપી મહામારીને નાથવા વડાપ્રધાન દ્વારા તા.૧૪ એપ્રીલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને પગલે હાઈકોર્ટનાં ચીફ જસ્ટીઝ દ્વારા હાઈકોર્ટમાં અને ટ્રાયલ કોર્ટમાં માત્ર અરજન્ટ કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

હાઈકોર્ટ જિલ્લા અને તાલુકા કક્ષાએ જામીન અરજી, રિમાન્ડ અરજી અને અરજન્ટ સ્ટેની કામગીરી કરવામાં આવે છે સીવીલ અને ફોજદારી કેસોની સુનાવણી જયાં સુધી હાઈકોર્ટનુયં નવું નોટીફીકેશન ન આવે ત્યાં સુધી દરેક કેસની સુનાવણી મોકૂફ રાખી મુદત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ કાર્યરત અરજન્ટ કોર્ટમાં જામીન અરજી અને ચાર્જશીટ સાંભળવાની કાર્યવાહી કરવામાં આવે છે.

અરજન્ટ મેટરમાં જામીન અરજીમાં બંને પક્ષોની સંમતિ હોય તો જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવે છે.

જયારે સુપ્રિમ કોર્ટનાં ત્રણ ન્યાયધીશની બેંચ દ્વારા દેશની પ્રવર્તમાન સ્થિતિમાં કોઈ ગુન્હેગાર કાયદાની ચુગાલમાંથી છટકી ન જાય તે માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચાર્જશીટ સોગંદનામા કે એફીડેવીટ સહિતની કામગીરી મોડી થાય તો પોલીસ સ્ટાફ દ્વારા કોઈ શિક્ષાત્મક પગલા નહી લેવાય તેમજ જેલમાં રહેલા કેદીઓને લાભ ન મળી શકે જયાં સુધી નવોસુધારો ન આવે ત્યાં સુધી નોટીફીકેશનની અમલવારી ગણવામાં આવે છે.

કોરોના વાયરસને અટકાવવા લેવામાં આવેલા પગલાથી તપાસનીશ અધિકારીઓને ચાર્જશીટનો લીમીટેશનનો બાદ નથી નડતો આથી ઘણા કિસ્સામાં તપાસનીશ ચાર્જશીટ મોડી થાય તો આરોપીછૂટી જાય છે.

જામીનની રાહમાં રહેલા ગુન્હેગારોને કોરોનાને લીધે જેલમાં કોરોન્ટાઈન કરવામાં આવે છે. અને જયાં સુધી નવો હુકમ ન આવે ત્યાં સુધીક ચાર્જશીટ સહિત કામગીરી ને બ્રેક લાગે છે.

લોકડાઉન ને લીધે પોલીસ દ્વારા સરકારના જાહેરનામાનો અમલ કરવા અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સતત દોડતી રહે છે.

દેશમાં ગમે તેવી કટોકટી કે ઈમરજન્સી નિર્માણ થાય તો પણ પોલીસે કાયદાકીય જોગવાય મુજબ ૯૦ દિવસમાં ચાર્જશીટ કરવું ફરજીયાત છે. તેમજ ૯૦ દિવસમાં ચાર્જશીટ રજૂ ન કરે તેવા સંજોગોમાં જેલમાં રહેલા આરોપીને તેનું લાભ આપવામાં આવતો હોવાથી પોલીસ આરોપીની ધરપકડની તારીખથી ૯૦ દિવસની તારીખથી સમય મર્યાદામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરે છે. રેટ કેસમાં તપાસ ચાલુ હોય ત્યારેપણ પોલીસે સીઆરપીસી ૧૭૩ મુજબ કોર્ટને રિપોર્ટ કરી પૂરવણી ચાર્જશીટની મંજૂરીમાંગતા હોય છે. સીઆરપીસી ૧૭૩ મુજબ રિપોર્ટ અર્થાત તે ચાર્જશીટ ગણવામાં આવે છે તેમાં માત્ર તપાસ ચાલુ બતાવવામાં આવે છે.

અન્ડર ટ્રાયલના કેસમાં સુનાવણી પૂરી થાય હોય અને ચૂકાદો જાહેર કરવાની તારીખ નકકી થઈ હોય તેમ છતા કોરોના જેવી કટોકટી અને સંકટને ધ્યાનમાં રાખીને ચૂકાદો મુલત્વી રાખી શકાય છે. પરંતુ જામીન અરજીમાં પોલીસ દ્વારા સોગંદનામુ થયું હોયઅને બંને પક્ષના વકીલો દ્વારા સહમતી સુનાવણી આગળ ધપાવવાની હોય ત્યારે મુદત આપવામાં આવતી નથી.

કોરોનાનો ચેપ આગળ વધતો અટકાવવા આધુનિક ઉપકરણો સમાન વિડિયો કોન્ફરન્સની મદદથી કામગીરી ચલાવવામાં આવશે.

૯૦ દિવસમાં ચાર્જશીટ કરવું અનિવાર્ય

ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા તોહમતદારો સામે ૯૦ દિવસમાં ચાર્જશીટ કરવા કાયદાકીય જોગવાઈ છે. ત્યારે હાલ કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિના કારણે લોક ડાઉનથી કોર્ટની કામગીરી પણ પ્રભાવિત બની છે. કોર્ટની ઈમરજન્સી કામગીરી સિવાય તમામ કેસની તમામ સુનવણી અટકાવી દેવામાં આવી છે. અને માત્ર એક જ કોર્ટથી જ‚રી કામ આટોપવામાં આવે છે ત્યારે જેલ હવાલે થયલે કેદીઓનાં ધરપકડના ૯૦ દિવસ પૂર્વે જ ચાર્જશીટની કામગીરી ચાલુ રાખવામાં આવતી હોવાનું ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતુ અને ૯૦ દિવસમાં જ ચાર્જશીટ પોલીસે કરવાનું હોવાથી પોલીસ ગમે તેટલી મહત્વની કામગીરીમાં વ્યસ્ત હોય તેમ છતા પણ ૯૦ દિવસમાં ચાર્જશીટ કરવાનું ચૂકતા નથીતેમ કહ્યું હતુ.

Loading...