Abtak Media Google News

શહેરીજનોએ સ્વાસ્થ્યની સંપૂર્ણ ખાતરી સાથે પ્રવેશ કરવાનો રહેશે

પુષ્ટિકમાર્ગીય સંકુલ શ્રીનાથધામ હવેલી પ્રભુદર્શન માટે ખુલી છે.

કોરોના મહામારીથી રક્ષણ પામવાના ભારતમાં છેલ્લા લગભગ ૭૦ દિવસના લોકડાઉન બાદ-૧ દરમ્યાન અનેકવિધ ગતિવિધિના પ્રારંભે સામાન્ય જનજીવન ધીરે ધીરે કાર્યરત બનવા પામ્યું છે.

આ લોકડાઉનના કારણે સમસ્ત જનજીવન જયારે ઠપ થઇ ગયું હતુ એવા સમયે જયારે સામાન્ય માણસ પોતાના દૈનિક કાર્યોને પણ જાણે અકારણ સ્થગિત હોય અનેક વિચારોમાં લીન હતા એવા સમયે પ્રભુદર્શન અર્થે ઝંખતા તમામ પણ લોકડાઉન પૂર્ણ થઇને શ્રીપ્રભુ દર્શનઅર્થે આતુર હતા ત્યારે સરકારના નિર્દેશ અનુસાર ગઇકાલથી દેશના તમામ મંદિરોને દર્શનાર્થીઓ અર્થે સુરક્ષાની વ્યવસ્થા સાથે ખોલવાના નિર્દેશથી સૌ ભાવિકનજનો આનંદિત થયા હતા.

આ જાહેરાતના સંદર્ભમાં ગુુજરાતના સૌથી વિશાળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સંકુલ એટલ ર્શ્રીનાથધામ હવેલી. રાજકોટના આંગણે ગઇકાલથી ઠાકોરજીના દર્શનનો પ્રારંભ થઇ ગયો છે એવા સમયે સંકુલમા કોરોનાથી રક્ષણ પામવાના દ્રષ્ટિકોણથી વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમાર મહોદયની આજ્ઞા તથા માર્ગદર્શનમાં તમામ સરકાર નિર્દેશીત વ્યવસ્થાઓ અને તૈયારીઓ પૂર્ણ થઇ છે.

શ્રીનાથધામ હવેલી ખાતે મંગળાદર્શન સમય સવારે ૭:૩૦ થી ૮:૩૦ અને શયન દર્શનસમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦ કલાકે સરકાર નિર્દેશીત તમામ વ્યવસ્થાઓ સાથે કાર્યરત બનશે.

Vrajaa

શ્રીનાથધામ હવેલીમાં નિર્દેશીત વ્યવસ્થા અનુસાર માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. મંદિર સંકુલમાં પ્રવેશ સમયે થર્મલ સ્કેનીંગ સાથે સેનેટાઇઝેશન પણ ફરજીયાત રહેશે. માસ્ક અને સેનેટાઇઝેશન કર્યા વગર મંદિરમાં પ્રવેશ મળશે નહી. દર્શનાર્થીઓએ  દર્શન સમયે મંદિર પ્રવેશ સમયે તમામ તકેદારી સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવુ અનિવાર્ય રહેશે. ૬૫ વર્ષથી ઉપરના વયના તમામ શહેરીજનોએ સ્વાસ્થ્યની સંપૂર્ણ ખાતરી સાથે મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.

મુખ્ય મંદિર પરિસરમાં એક સમયે માત્ર ૧૦ જણાને દર્શન અર્થે પ્રવેશ આપવામાં આવશે. સોશ્યલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક સંકુલમાં ફરજીયાત રહેશે. દર્શનાર્થીઓને હાલના પ્રવર્તમાન સમયમાં પોતાના વાહનો સંકુલની બહાર પાર્ક કરવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.