લીંબડીના રાજ રાજેશ્વર ધામ ખાતે પ.પૂ. રાજર્ષિ મુનિનો 90 મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

લીંબડીથી જાખણ ગામ પાસે આવેલ વિશ્વ વિખ્યાત લાઈફ મિશન – રાજ રાજેશ્વરધામ ખાતે પુરા ભારતમાં બીજા નંબર નું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મંદિર છે. આ લાઈફ મિશનમાં દેશ વિદેશથી લોકો યોગા શીખવા માટે અહીં પધારતા હોય છે.

જ્યારે યોગ ગુરૂ રાજર્ષિ મુનિ સ્વામી જીનો આજે 90 મો જન્મ દિવસ મહોત્સવ લકુલીશ પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યા.

આ મહોત્સવમાં પંજાબ ગવર્નર વી.પી.સિંઘ મુખ્ય મહેમાન જ્યારે રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી ખાસ હાજર રહિયા હતા.અને આ પ્રસંગે દેશ વિદેશ થી યોગાર્થીઓ, લાઈફ મિશન વાઇસ પ્રેસિડેન્ટ કે.આર.જેશોલજી, વાઇસ પ્રેસિડેન્ટ રણજીતસિંહ ચુડાસમા, વાઇસ પ્રેસિડેન્ટ હરિભાઈ પટેલ, સેક્રેટરી અશોકસિંહ ગોહિલ, તેમજ મોટી સઁખિયા માં લોકો માં ઉપસ્થિત રહેલ.

Loading...