Abtak Media Google News

૧૮મીએ કથાની પૂર્ણાહુતિ:૧૯મીએ ગીતા જયંતીના પાઠ અને સમૂહ લગ્નોત્સવ: શ્રધ્ધાળુઓ અબતકના આંગણેરાજકોટ

રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર, પાણીના ટાંકા પાસે, રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે ચાલી રહેલી રામદેવજી ચરિત્ર કથાનો આજે ચોથો દિવસ છે. પૂ.લાલદાસબાપુ દેસાણી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યાં છે. કથા દરરોજ બપોરે ૩ થી ૭ દરમિયાન ચાલી રહી છે. આગામી તા.૧૯-૧૨ને બુધવારના રોજ ગીતા જયંતીના પાઠ તેમજ સાધુ સમાજની ૫ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે.

કથામાં ચાર જુગના પાઠનો મહિમા, સગુણા વિવાહ, રામદેવજીપ્રાગટય, રામદેવજીના વિવાહ, સ્વરા મંડપમહિમા અને સંતોની અમરવેલી, રામદેવપીરની સમાધી, પંચાણનું પીરાણુ સહિતના કાર્યક્રમો ધામધુમથી ઉજવાઈ રહ્યાં છે. ભાગવત સપ્તાહનો વધુને વધુ ભાવિકો લાભ લે તે માટે કથાના વકતા પૂ.લાલદાસબાપુ દેસાણી, મહંત રાધેશ્યામ બાપુ, લક્ષ્મણદાસબાપુ દાણીધારીયા, કુરજીભાઈ જોટાણીયા તથા હસમુખભાઈગોહેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.