Abtak Media Google News

પુજારા (૧૦૧ રન, ૧૧૫ મિનિટ, ૯૪ બોલ, ૧ સિક્સર, ૧૦ ફોર)

ભારતના ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા (૧૦૧ રન, ૧૧૫ મિનિટ, ૯૪ બોલ, ૧ સિક્સર, ૧૦ ફોર)એ અહીં બુધવારે કાઉન્ટી સિઝનમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

પરંતુ તેની એ બધી મહેનત પાણીમાં ગઈ હતી, કારણકે તે જે ટીમ વતી રમ્યો હતો એ યોર્કશરની ટીમ રોયલ લંડન વન-ડે કપ ટુર્નામેન્ટની એક લીગ મેચમાં માત્ર ૪ રન માટે હારી ગઈ હતી.

વુસ્ટશર સામેની એ મેચમાં યોર્કશરને જીતવા ૫૦ ઓવરમાં ૩૫૧ રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો.પરંતુ યોર્કશર ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૪૬ રન બનાવી શક્યું હતું.

ટોમ કોલર-કેડમોર નામના બેટ્સમેને ૮૯ રન બનાવ્યા હતા તેમ જ તેની અને પુજારા વચ્ચે ૧૦૧ રનની ભાગીદારી થઈ હતી, પરંતુ એ બધુ પાણીમાં ગયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.