ચિમનભાઈ સાપરિયાની લાલપુરમાં જનસંપર્ક યાત્રા: ભારે પ્રતિસાદ

jamjodhpur

આવતીકાલે બધા મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરે એવી અપીલ: લોકોનો સકારાત્મક પ્રતિભાવ

જામજોધપુર-લાલપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર અને આ વિસ્તારના સેવાભાવી અગ્રણી ચિમનભાઈ સાપરિયા દ્વારા લાલપુર મુકામે જનસંપર્ક યાત્રાનું આયોજન થયું હતું. જયાં તેમને ઠેર-ઠેર બહોળો પ્રતિસાદ મળ્યો. મતદારોએ આ વખતે પણ ચિમનભાઈને જ વિજય માળા પહેરાવવા વચન આપ્યું. ચિમનભાઈ સાપરિયા આ પંથકના આગેવાનો અને કાર્યકરો સાથે લાલપુર ખાતે જનસંપર્ક યાત્રામાં પહોંચ્યા હતા. લાલપુરની મુખ્ય બજારોમાં પદયાત્રા કરીને ચિમનભાઈએ વેપારીઓ અને આમજનતા સાથે સંવાદ કર્યો હતો. લોકોએ તેમને ઉમળકાભેર આવકાર્યા હતા. લાલપુરના લોકોનો એક જ સૂર હતો કે, તમે આટલા વર્ષ સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને લોકસેવા બજાવી છે હવે અમારે ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે ત્યારે અમારો મત તમને જ હશે.

ચિમનભાઈ સાપરિયાએ પદયાત્રા દરમિયાન તમામ મતદારોને તા.૯ને શનિવારે અવશ્ય મતદાન કરવા અપીલ કરી અને ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા હાકલ કરી હતી જેનો લોકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

ચિમનભાઈ સાપરિયા સાથે જામજોધપુર-ભાણવડ-લાલપુર પંથકના ભાજપના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મતદાન આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે જામજોધપુર-ભાણવડ-લાલપુર પંથકમાં ચારેબાજુ કેશરીયો માહોલ છવાઈ ગયો છે અને ચિમનભાઈ સાપરિયાને ગયા વખત કરતા પણ વધુ લીડથી વિજયી બનાવવા મતદારોએ મન બનાવી લીધુ છે.

Loading...