Abtak Media Google News

તમાકુ મુકત ગોરસ લોકમેળમાં આરોગ્‍ય વિભાગ, જિલ્‍લા પંચાયત રાજકોટની ટીમોએ લોકમેળાના બીજા દિવસે ૧૦ વ્‍યકિતઓને ધુમ્રપાન કરતા દંડ ફટકારવામાં આવેલ.

આ લોકમેળો ધુમ્રપાન તમાકુ મુકત લોકમેળો જાહેર કરેલ હોય તેમ છતા જાહેર સ્‍થળોએ લોકો હજુ પણ સ્‍મોકીંગ ધુમ્રપાન કરતા હોય છે જે સ્‍મોકીંગ કરતા હોય તેમને તો કેન્‍સરના રોગ થવાની સકયતા હોય પણ તેમની આજુબાજુમાં ધણા બધા લોકને પણ આ રોગ થવાની સંભાવના થાય છે જેના માટે જાહેરમાં ધુમ્રપાન ન કરવા કાયદો બનાવવામાં આવેલ હોય જે લોકો આ કાયદાનો ભંગ કરવા બદલ આ લોકમેળામાં ૧૦ વ્‍યકિતઓને ધુમ્રપાન કરતા કુલ રૂ.પ૩૦/- રૂપિાયનો દંડ વસુલ કરવામાં આવેલ.

Whatsapp Image 2018 09 01 At 12.07.18 Pmઆ કામગીરી મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો.એમ.એન.ભંડેરીના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા તમાકુ નિયંત્રણ શેલના નોડલ ઓફીસરશ્રી ડો.નિલેશ એમ. રાઠોડ અને પ્રચારપ્રસાર ‍માટે જિલ્લા આઇ.ઇ.સી.અધિકારીશ્રી સી. ડી. ભોજાણી ટોમોનું મોનીટરીંગ કરી કામગીરી કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.