Abtak Media Google News

આઈઓસી સરકારને ૪૪૩૫ કરોડ જયારે ઓએનજીસી ૪૦૨૨ કરોડની સરકારને કરશે મદદ

લોકસભાની ચુંટણીના આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં તરલતા વધારવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. વાત કરવામાં આવે પબ્લીક સેકટર યુનિટ અને જાહેર સાહસોની તો આ બંનેમાંથી સરકાર આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાની સહાય લેશે તે માટે સરકાર આઈઓસી અને ઓએનજીસીને ડિવિડન્ડ ચુકવવાની પણ ફરજ પાડી હતી.

આ આયોજનથી આઈઓસી અને ઓએનજીસી પોતાનો અભિગમ હકારાત્મક રાખતા જણાવ્યું હતું કે, આના માટે માત્ર સેબી એટલે કે સિકયોરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની માત્ર મંજુરીની મહોર જરૂરી છે જો તે મળી જાય તો આઈઓસી દ્વારા ૪૪૩૫ કરોડ અને ઓએનજીસી દ્વારા ૪૦૨૨ કરોડ સરકારને આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર હાલ સરકાર ૩.૪ ટકા જેટલા ઘટાડાથી પરેશાન છે.

જેનું એકમાત્ર કારણ એ છે કે જીએસટી માટે જે ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેમાં પણ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ૩૦ થી ૪૦ હજાર કરોડનો ડાઉનફોલ જીએસટીના કલેકશનમાં જોવા મળી રહ્યો છે. એવી જ રીતે ઈનડાયરેકટ ટેકસમાં પણ રીકવરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી લોકસભાની ચુંટણીમાં સરકારને નાણાકીય ખેંચતાણનો સામનો કરવો પડશે જે અન્વયે સરકાર દ્વારા જાહેર સાહસો અને પબ્લીક સેકટર યુનિટને મદદ કરવા માટે પણ જણાવ્યું હતું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંગળવારના રોજ તેમની બોર્ડ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોર્ડ દ્વારા બીજા ઈનટ્રીમ ડિવિડન્ડ આપવા પર ચર્ચા-વિચારણા થશે. આઈઓસી દ્વારા ડિસેમ્બર માસમાં ૬.૭૫ ટકા ઈનટ્રીમ ડિવિડન્ડ આપવાનું નકકી કર્યું હતું અને ૪૪૩૫ કરોડના શેર બાઈબેક કરવાનું પણ જણાવ્યું હતું જેથી સરકારનો જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તે પણ પરીપૂર્ણ થઈ શકે ત્યારે ઓએનસીજી દ્વારા પણ ૫.૨૫ ટકા પ્રતિ ઈકવીટી શેર પર ઈનટ્રીમ ડિવિડન્ડ આપવાનું નકકી કર્યું હતું અને સાથોસાથ ૪૦૨૨ કરોડના શેર બાઈબેક કરવાના નિર્ણયને પણ મહોર લગાવવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ઓએનજીસી દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ માટે સેબીની મંજુરી મહત્વની છે જો સેબી આ અંગેની મંજુરી આપી દેશે તો તે ચાલુ માસમાં જ બીજુ ઈનટ્રીમ ડિવિડન્ડ આપી દેશે. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, ઈનડ્રીમ ડિવિડન્ડ અને શેર બાઈબેક બાદ તેમની પાસે કોઈપણ પ્રકારનો કેસ સર પ્લસ રહેશે નહીં જે એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય. ગત માસમાં જયારે છેલ્લું બજેટ સરકાર દ્વારા ૨૦૧૯-૨૦નું જાહેર કરવામાં આવ્યું હતું.

ત્યારે ફિસકલ ડેફીશીટનો ટાર્ગેટ ૩.૪ ટકા જીડીપીના રેટથી ઘટાડી ૩.૩ કરવામાં આવ્યો હતો ત્યારે કેન્દ્રના ખર્ચ અને કેન્દ્રની રેવન્યુ વચ્ચે હાલ ૬.૩૪ લાખ કરોડનો ગેપ જોવા મળી રહ્યો છે. એપ્રિલથી જાન્યુઆરી માસની વાત કરવામાં આવે તો ફિસકલ ડેફીશીટ ૭.૭૦ લાખ કરોડ રહ્યું હતું જે બજેટ ટાર્ગેટના ૧૨૧.૫ ટકા રહ્યું હતું. આ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ સરકારની મદદ કરવા માટે તરલતાની વ્યવસ્થા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

જેમાં સૌપ્રથમવાર સેન્ટ્રલ બેંક એટલે કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફોરેન એકસચેન્જની હરાજી કરવામાં આવશે જેથી બજારમાં ૩૫,૦૦૦ કરોડ ઠલવાશે તેવી પણ વાત સામે આવી રહી છે. આ હરાજી ૨૬ માર્ચના રોજ યોજાશે ત્યારે બજારમાં રૂપિયો ફરતાની સાથે જ અનેકવિધ વિકાસના કામો થવાની પણ સંભાવના છે જેના આધારે કેન્દ્ર સરકારને જે નાણાકીય ખેંચતાણનો સામનો કરવો પડી રહ્યો હતો.

તે હવે નહીં થાય ત્યારે જાહેર સાહસો અને પબ્લીક સેકટર યુનિટ જેવા કે આઈઓસી અને ઓએનજીસીની આશરે ૧૦ કરોડની સહાયતા સરકારને કરશે તેની સાથે જ જે નાણાકીય ખેંચતાણની સ્થિતિ ઉદભવિત થઈ રહી હતી તેના પર પૂર્ણવિરામ લાગી જતા હાલ સરકારની સ્થિતિ સ્થિર અને બજારમાં રૂપિયો ફરતો થશે જે ભાજપ પક્ષ માટે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી માટેનો મુખ્ય મુદ્દો બની જશે. રેપોરેટમાં ઘટાડો કરવામાં પણ કેન્દ્ર સરકાર સફળ નિવડી હતી જેના અનુસંધાને આરબીઆઈના ગર્વનર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.