Abtak Media Google News

જોડિયા તાલુકામાં સરકારના રસીકરણ અભિયાન-૨૦૧૮ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ-જોડીયા દ્વારા બાદનપર ગામથી લોકજાગૃતિ અર્થે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન પ્રા.આ.કે.-હડિયાણાના આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ બાદનપર ગામના સરપંચની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ હરિભાઈ ભીમાણી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરા દ્વારા પ્રેરક ઉદબોધન કરી રસીકરણ અભિયાનની લોકોને માહિતી આપી, આ રસી ગામના તમામ બાળકોને અપાવી દેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં પ્રા.આ.કે.-હડિયાણાના આરોગ્ય સ્ટાફ દ્વારા રસીકરણ અભિયાન-૨૦૧૮ના પ્રચાર-પ્રસાર અર્થે લોક કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં પ્રા.આ.કે.-હડિયાણાના આરોગ્ય સ્ટાફ દ્વારા રંગલા-રંગલીનું નાટક, યમરાજની મનોવ્યથાનું નાટક, પપેટ શો, એક માની વ્યથા, મુક અભિવ્યકિત નાટક, રસીકરણનું ગીત જેવી લોક કૃતિઓ રજુ કરી ગામ લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.