Abtak Media Google News

વૃઘ્ધાશ્રમમાં ૯૦ જેટલા માવતરો જીંદગીની ટાઢક લઇ રહ્યા છે: વૃઘ્ધાશ્રમ ને વધુ માવતરોને સમાવી શકાય તે અર્થે જગ્યાની જરુરીયાત: વૃક્ષારોપણ અભિયાન લોખંડના પીંજરા સાથે પ થી ૧૦ ફુટના વૃક્ષો માત્ર ૧૫૧ રૂપિયામાં

વૃઘ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરુરીયાત તો છે જ કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુપ્તા જતાં વડીલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃઘ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃઘ્ધાશ્રમમાં નિરાધાર અને તેમજ સાવ પથારીવશ વડીલો કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઇ ન હોય અને નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતિત કરતા હોય તેવા વડિલો માટે સદભાવના વૃઘ્ધાશ્રમમાં વિષેશ વિભાગ શરુ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વડિલોને સદભાવના વૃઘ્ધાશ્રમમાં નિ:શુલ્ક આશ્રય આપશે.નિરાધાર કે નિ:સહાય વૃઘ્ધ વડિલ જોવા મળે તો તેમને સદભાવના વૃઘ્ધાશ્રમ સુધી પહોચાડવા અપીલ કરવામાં આવી છે.આ વૃઘ્ધાશ્રમમાં હાલ ૯૦ જેટલા વડિલો આશ્રય લઇ રહ્યાં છે. સાવ પથારીવશ વડિલોને પણ વૃઘ્ધાશ્રના પ્રવેશ લેવા ઇચ્છતા હોય છે. કમનસીબે કળીયુગની આ વધતી જતી જરુરીયાતને પહોંચતી વળવા સદભાવના વૃઘ્ધાશ્રમને વિશાળ પરીસરની જમીનની આવશ્યકતા છે. ભુમિદાન કરવા ઇચ્છતા દાતાઓ ટોકન દરે માંગતા સદગૃહસ્થોને સદભાવના વૃઘ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ થી ૧૦ ફુટના વૃક્ષો અને ૬ ફુટનું લોખંડના પીજરા સાથે ૧૫૧ ‚પિયાના ટોકન દરે લોકોને આપવામાં આવે છે. હાલમાં માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃઘ્ધાશ્રમ) દ્વારા પડધરી તાલુકાના રોડની બન્ને સાઇડમાં અને ખરાબાની જગ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી રોપણ ચાલુ છે.વધુ માહીતી માટે તેમજ લોખંડના પીંજરા અને વૃક્ષો મેળવવા સદભાવના વૃઘ્ધાશ્રમ રામાપીર ચોકડીથી આગળ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે અથવા મો. ૮૦૦૦૨ ૮૮૮૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર આયોજન અંગે માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા, દિનેશભાઇ પટેલ, રાજેષભાઇ રૂપાપરા, સુરેશભાઇ મારવીયા, મીતલ ખેતાણી, રીન્કુભાઇ ઠુંમર સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ સ્નેહ ફાઉન્ડેશન ટીમ મુનાભાઇ  જાડેજા અંકુલ ડાંગરીયા સહીતનાઓનો સહયોગ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.