Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ  નમ્રમુની મહારાજ સાહેબની તબિયત એકદમ સ્વસ્થ મુંબઈથી સ્પેશ્યલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નીલેશ ગૌતમનું વિશેષ માર્ગદર્શન મળ્યો

રાજકોટના રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન ગુરુદેવ  નમ્રમુની મહારાજ સાહેબની તબિયતને અનુલક્ષીને છેલ્લા ોડા દિવસોીજૈન સમાજચિંતિત હતો. શાસન પ્રભાવનાના અનેક વિધ કાર્યક્રમો કરીને રાજકોટના ભાવિકોના ધર્મના રંગે રંગનાર રાષ્ટ્રસંત પૂજ્યની છેલ્લા થોડા સમયી તબિયત અસ્વસ્થ જણાતા ભાવિકો અને સંઘની અપીલને ધ્યાનમાં રાખી તેઓને ચેકઅપ માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમના રિપોર્ટ થોડા એબ્નોર્મલ જણાતા તેઓના અમુક બીજા ટેસ્ટ કરાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું.

આજી દોઢ વર્ષ પહેલા રાષ્ટ્રસંત પૂજ્યની એન્જિયો પ્લાસ્ટીસર્જરી કરનાર મુંબઈની સુપ્રસિદ્ધ એશિયન હાર્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો.રમાકાંત પાંડાની ટીમના ડો. નિલેશભાઈ ગૌતમને વિશેષ માર્ગદર્શન માટે આજે સોમવારે બોલાવવામાં આવ્યા હતા.

રાજકોટના ડો. ગૌતમ દવે પણ ખડે પગે રાષ્ટ્રસંત પૂજ્ય પ્રત્યે ભક્તિભાવે સેવા આપી રહ્યા હતા અનેબંને ડોક્ટર્સના માર્ગદર્શન નીચે રાષ્ટ્રસંત પૂજ્યના આજરોજ સિનર્જી હોસ્પીટલમાં ટેસ્ટ કરાવતાં તમામ રિપોર્ટ નોર્મલ આવતાજૈન સમાજમાં હર્ષનું મોજુ ફરી વળ્યું છે.

રાષ્ટ્રસંત પૂજ્ય હાલ રોયલપાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન છે. ડોક્ટર્સએ આરામની સલાહ આપી હોવાી ભાવિકોને દર્શન માટે ધસારો ન કરવા અપીલ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.