યુનિવર્સિટીમાં સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર શરૂ કરાશે: પીવીસી દેસાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં મનોનિદાન અને સુજોક થેરાપીનો ૭૨ લોકોએ લીધો લાભ

સુજોક એસોશિએશન અને જે.સી.આઈ રાજકોટ યુવા દ્વારા કોરોના કાળમાં ચિંતા,  હતાશા,  અનિન્દ્રા,  સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા માનસિક રોગોના શિકાર થયેલ લોકો માટે મનોનિદાન અને સારવાર સાથે સુજોક થેરાપી આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન ખાતે કેમ્પ યોજાયો હતો. ૭૨ વ્યક્તિઓએ આ કેમ્પમાં માનસિક સધિયારો લીધો અને સુજોક થેરાપી લીધી હતી. લોકડાઉન અને મહામારીને કારણે લોકો અનેકો પ્રકારની માનસિક અને શારીરિક પીડા અનુભવી રહ્યા છે.  ઘણા ચિત્ર વિચિત્ર કેસ આ કેમ્પમાં સામે આવ્યા અને તેનું નિવારણ પણ થયું.  સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી અને સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ આ કેમ્પને ખુલ્લો મુક્યો હતો.

સુજોક થેરાપીસ્ટ ડો.તપન પંડ્યાએ જણાવાયું હતું કે, સુજોક થેરાપી દ્વારા લોકોના માનસિક સ્વાસ્થય અને અન્ય બિમારીઓનું નિદાન કરી શકાય છે. મનુષ્યની આંગળીના અમુક પાર્ટ્સ જોઈને આ વા કે સાંધાના દુખાવાનું ખાસ નિદાન પણ થઈ શકે છે. આજે આ કેમ્પમાં લગભગ ૩૦ જેટલા લોકોએ સુજોગ થેરાપીનો લાભ લીધો હતો.

કેમ્પના ઉદ્ઘાટનમાં ઉપકુલપતિ  ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન નવિન પ્રવૃતિઓ કરે છે તેનો ગૌરવ તો છે જ પણ ઉપકુલપતિ તરીકે મારી અપેક્ષા તેમની પાસે વધુ છે. મનોવિજ્ઞાન ભવન કાયમી ધોરણે સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર નો પ્રારંભ કરે. વિદેશોમાં આ પ્રકારના અલગથી સેન્ટરો હોય છે ગુજરાતની કોઈ યુનિવર્સીટીમાં કાયમી આવા કોઈ સેન્ટ્રર નથી તો મનોવિજ્ઞાન ભવન કેમ શરૂ ન કરી શકે?  તાત્કાલિક ભવન અધ્યક્ષ અને પુરી ટીમ દરખાસ્ત મોકલે યુનિવર્સીટી સેન્ટર શરૂ કરવા સજ્જ છે અને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. લોકોને કાયમી માનસિક સધિયારો મળી રહે તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો પહેલો પ્રયાસ હશે. લોક સેવા જરૂરી છે અને ભવન કરે જ છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.

આ કેમ્પમાં વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સેલર તરીકે ભવનના અધ્યાપકોએ સેવા આપી હતી. જે.સી.આઈ. રાજકોટ યુવાના પ્રેસિડેન્ટ ક્રિના બેન, સેક્રેટરી પ્રતિકભાઈ અને અન્ય જે.સી.આઈ.યુવાના સભ્યો હાજર રહ્યા હતા. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અધ્યાપકો ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો.હસમુખ ચાવડા એ કાઉન્સેલિંગ કર્યું હતું અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ તૌફિક જાદવ અને નિમિષા પડારીયાએ કાઉન્સેલિંગની માહિતીઓ આપી હતી.* લોકોએ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે આ સેવાના કાર્યથી લોકોને ખૂબ ફાયદો થશે અને આ વિવિધ થેરાપીથી ઘણી મદદ મળી હતી.

Loading...