Abtak Media Google News

મોરબીને ઉકરડા મુક્ત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે અને ઉપવાસ આંદોલન સુધીની લડત બાદ પણ નીમ્ભર તંત્ર જાગ્યું ના હોય જેથી આજે આપના હોદેદારોએ કચરો ભરેલું ટ્રેક્ટર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ઠાલવી દઈને વિરોધ નોંધાવ્યો હતો

મારૂ મોરબી ઉકરડા મુક્ત મોરબી અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રમુખ પરેશભાઈ પારીઆની આગેવાની હેઠળ અગાઉ તંત્રને અનેક વખત આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપવાસ આંદોલન સુધીની લડત છતાં પાલિકા તંત્રને શરમ આવી ન હતી અને મોરબીને ઉકરડા મુક્ત બનાવવામાં કોઈ રસ દાખવ્યો ના હતો જેથી આજે આમ આદમી પાર્ટીના હોદેદારોએ નગરપાલિકાએ બનાવેલ ઉકરડાના કચરાનું ટ્રેક્ટર ભર્યું હતું અને તે ટ્રેક્ટર નગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં ખાલી કરીને વિરોધ નોંધાવ્યો હતો પાલિકા તંત્ર દ્વારા જ શહેરમાં ઉકરડો કરવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી સતત લગાવી રહ્યું છે તો હવે શહેરીજનોને ઉકરડાથી કેવી પીડા થાય છે તેનો પાલિકા તંત્રને અનુભવ કરાવવા માટે પાલિકા કચેરીએ કચરો ઠાલવીને કચેરીના ગ્રાઉન્ડમાં ઉકરડો કરવામાં આવ્યો હતો 

ચીફ ઓફિસરે કાર્યવાહીની ખાતરી આપી

આપ દ્વારા ચાલતા આંદોલન અને આજે ઉકરડા ઠાલવ્યા બાદ ચીફ ઓફિસરે લેખિતમાં ખાતરી આપી છે જેમાં જણાવ્યું છે કે ઉકરડા દુર કરવા બાબતે ક્ધસલટન્ટ દ્વારા જગ્યા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ રજૂઆતને ધ્યાને લઈને દરબાર ગઢ પાસે કચરા સ્ટેન્ડ બંધ કરાવેલ છે અને ઝોન ઇન્ચાર્જને કચરા સ્ટેન્ડમાં કચરો નહિ નાખવા સુચના આપી છે જેથી ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા ચીફ ઓફિસરે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.