વેરાવળના ટાવર ચોકમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા મુદે થાળી વગાડી વિરોધ પ્રદર્શન

ધારાસભ્ય વિમલ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

૯૦ સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી થયા મુજબ આજ રોજ તારીખ૨૪-૦૬-૨૦૨૦ ના રોજ દિવસના ૧૨ કલાકે ટાવર ચોક માં થાળી વગાડીને ભાજપ ની કેન્દ્ર અને રાજય સરકાર ના શાસન માં પેટ્રોલ ડીઝલ ના સતત વધતાં જતાં ભાવ વધારાનો વિરોધ પ્રદર્શન કરેલ હતું આપણા દેશ માં હાલ આર્થિક મંદી નો માહોલ હોય અને કોરોના જેવી મહામારી થી લોકો પીડાતા હોય જેથી ગરીબ અને મંધ્યમવર્ગ ના લોકો ને આ સમય દરમિયાન સતત વધતાં જતાં ભાવ વધારા થી ગુજરાન ચલાવવું ધણુ મુશ્કેલ થયેલ છે,  જેથી ૯૦-સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સૂચના મુજબ વેરાવળ શહેરના ટાવર ચોક માં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હીરાભાઈ રામ, વેરાવળ તાલુકા પ્રમુખ કરશનભાઇ બારડ, વેરાવળ તાલુકા ઉપ પ્રમુખ હિરેનભાઇ બામરોટીયા જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા નારણભાઈ મેર  જિલ્લા મહિલા પ્રમુખ સંગીતાબેન ચાંડ્પા, શહેર કોંગ્રેસ પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉષાબેન કસરીયા તથા કોંગ્રેસ પરિવારના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા અને થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.

Loading...