શહેરીજનોને મકરસંક્રાંતિની શુભકામના પાઠવતા પદાધિકારીઓ

મકરસંક્રાંતિની શહેરના નગરજનોને શુભેચ્છા તેમજ પતંગબાજો પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ ન થાય, વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને અને પોતે પણ અગાશી પરથી પડવાના અને વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે.  તેમ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારે જણાવ્યું હતું.

વિશેષમાં નિર્દોષ પક્ષીઓની ખુબ જ કાળજી રાખી સવારે ૦૬:૦૦ વાગ્યા થી સવારના ૧૦:૦૦ વાગ્યા દરમ્યાન પક્ષીઓ તેના માળામાંથી બહાર આવી ચણ શોધવા માટે આકાશમાં ઉડી નીકળતા હોય છે. જયારે સાંજના ૦૫:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા દરમ્યાન પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે. આ સમય દરમ્યાન હવામાં પક્ષીઓની પણ ખુબ ઉડાઉડ થતી હોય છે. આવા સમયે પતંગબાજો પતંગ ચગાવવાનું ટાળે અને પક્ષીઓ ઘાયલ થતા બચે તે પક્ષીના હિતમાં અત્યંત આવશ્યક છે. પદાધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, જો ક્યાય પણ પક્ષીઓને પતંગના દોરા કે અન્ય કોઈ કારણે ઈજા થવાનું જાણવા મળે તો ત્રિકોણબાગ ખાતે પક્ષીની સારવાર માટે સારવાર કેન્દ્ર કાર્યરત રહેશે.

Loading...