Abtak Media Google News

તંત્રે છેલ્લા ઇજાફાનું ચલણ ભરાવતા અનેક તર્કવિતર્ક

ટંકારા શિક્ષક સંઘના આગેવાનોએ આચરેલા સીસીસીના કૌભાંડ મામલે માત્ર છેલ્લા ઇજાફાનું ચલણ ભરાવી ભીનુ સંકેલવા તંત્ર પ્રયાસ કરી રહ્યું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

ટંકારા તાલૂકામાં શિક્ષક સંઘના આગેવાનો દ્વારા કમ્પ્યુટર કૌશલ્ય સીસીસીની પરીક્ષાના ફોર્મ ભર્યા વગર,પરીક્ષા આપ્યા વગર સાઈટમાં આપેલ વર્ષ ૨૦૧૩ ની રીઝલ્ટની કુલ ૧૨૦ પેઈજની સીટમાથી પેજ નંબર ૩,૪ અને ૩૫ વાળી રીઝલ્ટ સીટની પ્રિન્ટ કાઢી સાચા નામની જગ્યાએ પોતાના નામ ગોઠવી તાલુકા, જિલ્લા અને લોકલ ફંડ વગેરેમાં લાગવગ લગાડી ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરાવી લીધું છતાં ચારેય મહાસયોએ કૌભાંડ કર્યાનો લેખિત સ્વીકાર કરેલ છે સીસીસીનું વ્યક્તિગત સર્ટી આવતું ન હોય ઓનલાઈન રિઝલ્ટનો લિથો આવે છે, એ લિથામાંથી જ પેજ નંબર ૩,૪ અને ૩૫ ની પ્રિન્ટ કાઢી પોતાના નામ ગોઠવી વર્ષોથી ખોટી રીતે સરકારી નાણાં મેળવી રહ્યાની અને ગંભીર ગુનો કર્યાની ફરિયાદ આધાર પુરાવા સાથે થઈ એનો ઘણો  સમય વીતી જવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા .

ે મળતી માહિતી મુજબ ગત તા.૨૮.૧૨.૨૦૨૦ ના રોજ ચારેય કૌભાંડકારીઓને છેલ્લે મંજુર કરેલ ઈજાફો એટલે કે ઈન્ક્રીમેન્ટ ચલણથી પરત ભરવાનો હુકમ કરેલ છે ચલણમાં સિક્કો તાલુકા વિકાસ અધિકારીનો છે અને સહી અન્ય કોઈની હોય એવું માલુમ પડે છે,સિક્કા અને સહીનો દુરુપયોગ કરવો એ પણ એક ગુનો હોવા છતાં સ્થાનિક અધિકારી આ કૌભાંડ કરનાર લોકોને છાવરી રહ્યા છે. ગોટાળા કરનાર ગુરુજીઓ રાજ્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉચ્ચ હોદા ધરાવતા હોય ખોટી રીતે ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવી વર્ષ ૨૦૧૩ થી તગડો પગાર મેળવી ભયંકર ભ્રષ્ટાચાર આચરેલ હોવા છતાં કોઈ પણ પ્રકારની સજા ન થતા આ મામલે મોટો આર્થિક વ્યવહાર કરી મામલો રફે દફે કર્યો હોવાનું જણાઈ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.