Abtak Media Google News

તમામ વ્યાપારી, ઔઘોગિક પ્રવૃતિને બિનશરતી છૂટ આપો: સોમા પ્રમુખ સમીર શાહની મુખ્યમંત્રીને રજુઆત

સરકાર પહેલ માટે ખચકાય છે કેમ?

હવે લોકડાઉન લંબાશે તો લોકોના માનસપર વિપરીત અસર થશે તેમ જણાવી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને રાજયના મુખ્યમંત્રીને તમામ વ્યાપારી ઔઘોગિક પ્રવૃતિને બિનશરતી છુટ આપવા માંગણી કરી છે.

સોમના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોનાના મહામારીનો પ્રસાર રોકવા માટે ભારત સરકારે રર માર્ચ, ૨૦૨૦ ના રોજ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કર્યુ. આ સમયે તમામ પ્રજાજનો સ્થિતિ ગંભીરતા સમજી શકયા હતા અને આ નિર્ણય પ્રજાના આરોગ્યની સુખાકારી માટે હતો તેમ માની શકયા હતા. પરંતુ આ લોકડાઉનની આડ અસર કેવડું મોટું આર્થિક સંકટ લાવશે તે કોઇએ વિચાર્યુ ન હતું. હવે આલોકડાઉન જયારે બે વખત લંબાયું છે ત્યારે આ આર્થિક સમસ્યા ખુબ વિકરાળ બની ગઇ છે અને નાના મોટા તમામને દઝાડવા લાગી છે. હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે અને એવી લગાણી ઉદભવશે કે આ લોકડાઉન તેમના હિત માટે નહીં પણ તેમને પરેશાન કરવા માટે લંબાવવામાં આવે છે.

હવે જરા પણ આચકયા વગર કોઇપણ પૂર્વ શરત વિના લોકડાઉન ઉઠાવી લેવું જોઇએ અને તમામ પ્રકારની વ્યાપારિક અને ઔઘોગિક પ્રવૃતિને કોઇપણ પ્રકારની પૂર્વ શરત વગર બે રોકટોક ચાલુ કરવાની છુટ આપી દેવી જોઇએ તેમ જણાવ્યું છે.

અત્યારે ખુદ પ્રધાનમંત્રીથી માંડી ડોકટરો, આરોગ્યકર્મીઓ અને સરકારી અધિકારીઓ બધા રહે છે કે આપણે આ મહામારી સાથે જીવતા શીખવું પડશે. મોટાભાગની પ્રજાએ તો પંદર દિવસથી આ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. તો પછી જાહેરાત કરવામાં આટલી ઢીલ શા માટે? અત્યારે સામાન્ય પ્રજાના મનમાં એવી વાત રહે છે કે પ્રધાનમંત્રીથી મુખ્યમંત્રીને મુખ્યમંત્રીથી સ્થાનીક પ્રશાસન, દરેક લોકડાઉન ઉઠાવવાના મતના છે પણ પહેલ કરવાની નૈતિક હિંમત કોઇનામાં નથી. તો આવી અનિર્ણાયકતને લીધે સરકારની છબી ન ખરડાય તે દ્રષ્ટિ બિંદુ રાખી ત્વરીત નિર્ણય કરવા માંગ છે.

આજે પાંચ દિવસે કે પંદર દિવસે જયારે પણ લોકડાઉન ઉઠશે ત્યારે બે ત્રણ દિવસ સુધી અમુક વસ્તુની ખરીદી માટે ઘસારો રહેવાનો જ અને સામાજીક અંતર કરવામાં તકલીફ પડવાની જ, પરંતુ તે કામ ચલાઉ જ હશે તેનાથી ગભરાવાનું નથી કારણ કે લોકોએ આ પંચાવત દિવસ જાતે ઘરકામ કરી ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લઇ રોગ પ્રતિકારક શકિત કેળવી જ લીધી છે આમ પણ અત્યારે હજારો શ્રમિકો રસ્તા પર ઉતરી આવે છે ને તેમને કાબુમાં લાવવા પોલીસના ઘાડા ઉતરી આવે છે ત્યારે તેમજ સ્થાનીક પ્રશાસનની કચેરીઓમાં પાસ અને મંજુરી લેવા માટે જે ઘસારો થાય છે ત્યારે સામાજીક અંતર રહેતું નથી. આપણી પ્રજા ઘણી જ સમજદાર અને હોશિયાર છે પોતાની જાતનું આ મહામારી સામે કેમ રક્ષણ કરવું તેનાથી પુરેપુરી સુજ્ઞાત છે માટે તેમને વધુ શીખવવાની કે સમજાવવાની જરૂર જણાતી નથી.

આપનીછબી એક સંવેદન શીલ અને નિર્ણાયક નેતાની છે ત્યારે આપના તરફથી લોકડાઉન ઉઠાવવાની બધા આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે દરેક વિષય પર પહેલ કરવા આપણું રાજય હમેશા અગ્રેસર  જ હો છે. જેથી શીધ્ર જાહેરાત કરી લોકાતુરતાનો અંત લાવવામાં આવે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.