Abtak Media Google News

લોસ એન્જલસની ટીવી સીરીયલ કોન્ટીકો થકી પિગ્ગી ચોપ્સ દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે

પ્રિયંકા ચોપરાની વિશ્ર્વની સૌથી ૧૦ મોંઘી ટીવી એકટ્રેસમાં ગણતરી થઈ રહી છે. બીજી વખત પિગ્ગી ચોપ્સ એટલે કે પ્રિયંકાનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરાએ બોલીવુડમાં તો કાંઠુ કાઢયું જ છે હવે હોલીવુડ (લોસ એન્જલ્સ)માં પણ તેના નામનો ડંકો વાગે છે. અંગ્રેજી ટીવી સિરિયલ કોન્ટિકો થકી પ્રિયંકા ચોપરા વિશ્ર્વભરમાં ઘરે ઘરે જાણીતી થઈ ગઈ છે. છેલ્લે રીલીઝ થયેલી હોલીવુડ મૂવી ‘બે વોચમાં પણ તેના કામની સરાહના થઈ છે. જોકે બે વોચ ટીવી સિરિયલની માફક બ્લોક બસ્ટર મૂવી સાબિત થઈ શકી નથી.  અમેરીકા જતા પહેલા પ્રિયંકાએ જય ગંગાજલ, બાજીરાવ મસ્તાની, મેરી કોમ જેવી સફળ ફિલ્મો આપી છે. હવે તે બોલીવુડ તરફ રુખ કરી રહી છે. તેણે સંજય  લીલા ભણસાલીનો આગામી પ્રોજેકટ સાઈન કર્યો અને પછી છોડી દીધો જેવા સમાચાર બાદ કોઈ જ દેશી ફિલમ હાથ પર નથી. પ્રિયંકા હજુ હમણા જ યુરોપમાં વેકેશન મનાવીને પરત ફરી છે. અત્યારે તે અમેરીકામાં છે.દરમિયાન તેણે ‘યુનિસેફ’ના બ્રાનડ એમ્બેસેડર તરીકે આફ્રિકાના કોંગો, રવાન્ડા, બુરુન્દ્રી જેવા ઈસ્ટર્ન દેશોની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.