Abtak Media Google News

ધ્રાંગધ્રાના આંબેડકર નગરમાં રહેતા યુવકની ગત માસ ૮ ઓગસ્ટના રોજ થયેલી હત્યાના આરોપીને પોલીસે ૧૨ ઓગસ્ટના રોજ પકડી ધ્રાંગધ્રા સબજેલ હવાલે કર્યો હતો. પરંતુ કેદી તોસીફ બલોચ જેલમાં આવ્યાના ૩૦ દિવસમાં જ ૧૩મી સપ્ટેમ્બરે જેલના પાછળની દીવાલ સાથે ચાદરનો રસ્સો બનાવી કૂદીને ફરાર થઈ જતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવના સમાચાર મળતા મામલતદાર અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને કેદીને ઝડપી પાડવા માટે જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી.ધ્રાંગધ્રા શહેરમાં આવેલ સબજેલમા અવારનવાર કેદીઓ ભાગી જવાના બનાવ બને છે. ત્યારે શહેરમાં ઓગષ્ટ માસમાં બનેલા હત્યાના કેસમાં ૨૧ વર્ષીય તોસીફ બલોચને ઝડપ લેવામાં આવ્યો હતો. અને તોસીફને તારીખ ૧૨ ઓગષ્ટના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. રવિવારે બપોરે ૧૨ વાગ્યે આસપાસ કેદીઓને બહારથી બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તે દરમિયાન કેદી તોસીફ બોલ્ચ નજર ચૂકવી બહાર નીકળી ગયો હતો અને જેલ પાછળ આવેલી દીવાલ સાથે ચાદરનો રસો બનાવી ચડીને કૂદકો મારી ફરાર થઈ ગયો હતો. આ બનાવના સમાચાર મળતા મામલતદાર ભગીરથસિંહ ઝાલા, જેલર એલ.આર.પટેલ, સબજેલર યુવરાજસિંહ ઝાલા, પી.આઈ બી.એમ.દેસાઈ, પીએસઆઇ ડોડીયા સહિતનો સ્ટાફ દોડી આવી કેદીને પકડવા માટે જીલ્લા ભરમા નાકાબંધી કરી કેદીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ પાંચ કેદીઓ આ જ દિવસ કૂદીને ફરાર થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.