Abtak Media Google News
આજે રાતે સિંગાપોર જવા રવાના થવાના હતા: છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કર્યો

ભારે વરસાદની આગાહીના કારણે શહેરમાં રહેવું જરૂરી લાગતા અને ફરજના ભાગરૂપે મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ ૧૯ ી ૨૧ જુલાઈ  દરમિયાન ઇન્ડોનેશિયા ખાતે વર્કશોપમાં જવાનું કેન્સલ કર્યું છે.

મેયરે જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા તા.૧૯-૨૧ જુલાઈ ૨૦૧૭ દરમ્યાન તાજુંગપીનાંગ ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ઇન્ટીગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ ઇન એશિયન સીટીઝ-ધ અર્બન નેક્સસ વિષય પર ૭મો પ્રાદેશિક વર્કશોપ યોજાનાર છે. જેનું નિમંત્રણ મેયરશ્રીને મળેલ અ વર્કશોપમાં ભાગ લેવામાટે રાજકોટી તાજુંગપીનાંગ (ઇન્ડોનેશિયા) જવા આવવાનો તમામ ખર્ચ યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવનાર હતો.  બે દિવસ પહેલા શહેરમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ પડેલ છે, અને હજુ હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી છે. જે ધ્યાનમાં લઇ શહેરના હિતમાં અને ફરજના ભાગરૂપે શહેર ન છોડવાનો નીર્ણય લઈ ઉક્ત ઇન્ડોનેશિયાના ખાતે યોજાનાર વર્કશોપમાં ભાગલેવા જવાનું કેન્સલ કર્યું છે.  અગાઉ પણ તા.૨૬ અને ૨૭ જુનના રોજ બેલ્ઝીયમ દેશની રાજધાની બ્રસેલ્સ ખાતે ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર ફોર એનર્જી ફોર ક્લાયમેટ ચેંજ બોર્ડ ઓફ મેમ્બર્સની પ્રમ મીટીંગ યોજાયેલ અને આ બોર્ડ મીટીંગમાં મેયરશ્રી ભાગલેવા જવાના હતા પરંતુ  ગત તા.૨૯ જુન ૨૦૧૭ના રોજ આજીડેમ ખાતે ભારતના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નર્મદા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમની અગત્યતા તેમજ તૈયારીના ભાગરૂપે ઉક્ત બોર્ડ મીટીંગમાં વિદેશ જવાનું કેન્સલ કરેલ. તા.૨૬ અને ૨૭ જુન ૨૦૧૭ના રોજ બ્રસેલ્સ ખાતેનિ બોર્ડ મીટીંગમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજકોટ શહેરની વિગત સો રજુ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.