Abtak Media Google News

રાજય પસંદગી સમિતિ આચાર્યોને ૧૬મી સુધીમાં અરજી કરવાની રહેશે

રાજયની ૨૧૩૬ શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાની ભરતી માટે રાજય શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે. લાયકાત ધરાવતા આચાર્યોની આગામી ૧૬ મે સુધીમાં અરજી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

રાજયની હાલ ૨૧૩૬ શાળાઓમાંથી ૧૦૦૦ શાળાઓ એવી છે જેમાં ધો.૯ અને ૧૦નો માત્ર એક જ વર્ગ છે. તેની સામે ૩ શિક્ષકો છે અને પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર બે વર્ગો ધરાવતી શાળામાં હવે ૩ શિક્ષકોને બદલે ૨ શિક્ષક અને ૧ આચાર્ય અથવા ૧ શિક્ષક અને ૧ ઈન્ચાર્જ પ્રિન્સીપાલની નિમણુક કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજયની ૨૧૩૬ શાળામાં ભરતી પ્રક્રિયાનો અંતિમ તબકકો શ‚રૂ થયો છે મુજબ લાયકાત ધરાવતા આચાર્યોને શાળા પસંદગીનો વિકલ્પ ૧૬ મે સુધી આપવાનો છે. આ દરમિયાન બે વર્ગવાળી શાળાઓ એટલે ધો.૯ અને ધો.૧૦માં એક-એક વર્ગ હોય તેવી શાળામાં જો ત્રણ શિક્ષકો કામ કરતા હોય તો આચાર્યની ભરતી મળશે નહીં. આ સંજોગોમાં અખિલ ગુજરાત રાજય સંચાલક મહામંડળના મહામંત્રી કનુભાઈ સોરઠીયા અને શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે શાળા સંચાલકોને અનુરોધ કર્યો છે કે બે વર્ગવાળી શાળાઓમાં ૩ શિક્ષકો કામ કરતા હોય અને આચાર્ય ભરવા માંગતા હોય તો તે એક શિક્ષક ફાજલ કરવાનું અને આચાર્ય ભરવા છે તે મુજબનો પત્ર જે-તે જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ આપવાનો રહેશે. આચાર્ય ભરવા નથી અને ૩ શિક્ષકો રાખવા છે અને ઈન્ચાર્જ આચાર્યથી શાળા ચલાવવી હોય તેઓ પણ આચાર્યના બદલે ત્રણ શિક્ષકો રાખવા માટેનો પત્ર રૂબરૂ આપવાનો રહેશે. જે-તે શાળાઓની આચાર્યની ખાલી જગ્યાની ઓનલાઈન યાદીમાં શાળાનું નામ તંત્ર કાઢી શકશે જેથી ભવિષ્યમાં કોઈ કાનુની પ્રશ્ર્ન ઉભો ન થાય.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.