Abtak Media Google News

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે વિવિધ કાર્યક્રમો: પી.એમ. મોદીના હસ્તે સી.પ્લેન સુવિધાનું ઉદ્ઘાટન

આગામી ૩૧મી ઓકટોમ્બરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નીમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ૩૦મીએ પી.એમ.ના પ્રવાસને લઇ તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેને લઇ આજરોજ અધિક સચિવની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી અને સમગ્ર કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મીના રોજ સી-પ્લેનની સુવિધાનો શુભારંભ કરાવે તેવી શકયતા છે. ૩૦મીના રોજ ગુજરાત પધારી ૩૧મીની સવારે પી.એમ. તેમના માતા હીરાબા ને મળે તેવી પણ ધારણાં છે. સરદાર પટેલની જન્યજયંતિને લઇ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે વિશેષ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં પી.એમ. મોદી હાજરી આપી વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ કરશે. આ તકે એસ.આર.પી., સી.આર.પી.એફ અને બી.એસ.એફ.ના જવાનોની પરેડ યોજાવાની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પી.એમ.ના હસ્તે ખાસ ફ્રૂઝ સર્વીસ શરુ કરવામાં આવનાર છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સથી ૫૦ જેટલા પ્રવાસીઓ સફર કરી શકશે.

ક્રૂઝ સર્વિસમાં પ્રવાસીઓને આટલી સુવિધાઓ અપાશે

  • ક્રૂઝમાં ૨૦૦ પ્રવાસી મુસાફરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા સાથે કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનને લઇને માત્ર ૫૦ પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે.
  • ક્રુઝને ૬ કિ.મી.ના સરોવરમાં ફેરવવામાં આવશે.
  • ક્રુઝનું ભાડુ પ્રવાસી દીઠ ૨૫૦ થી ૩૦૦ રૂપિયા સુધી રહેશે.
  • ક્રુઝમાં જમવાનું અને નાસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
  • ઉપરાંત ક્રુઝમાં સ્ટેજ પર આદિવાસી નૃત્યનો પણ લાભ મળશે
  • ક્રુઝ ગરૂડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધીનો પ્રવાસીઓ માટે  ચાર કલાકનો ફેરો કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.