Abtak Media Google News

કલેકટર તંત્ર તૈયારીમાં જોતરાયુ : રવિશંકરના અઘ્યક્ષસ્થાને બેઠક મળી

વડાપ્રધાન મોદી ચોથી માર્ચે જામનગરની મૂલાકાતે આવી રહ્યા હોઈ, તેના આયોજન માટે કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૦૪ માર્ચ ર૦૧૯ના રોજ જામનગરની મૂલાકાતે આવનાર હોય તેઓના આગમનને અનુલક્ષીને કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર રવિશંકર, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર મુલાકાતના સુચારૃ આયોજન અંગે વિવિધ જવાબદારીઓ સોંપલ હતી. વડાપ્રધાનની જામનગર મુલાકાત દરમ્યાન કાયદો વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીમાં કોઈ પણ કચાસ ન રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રના લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતાં. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશ્નર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શર સિંઘલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસિત પારીક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.