Abtak Media Google News

અન્ના ડીએમકેના બે જુ વચ્ચે સમાધાન માટે ગોઠવાતો તખ્તો: વડાપ્રધાન મોદી અમ્મા ટુ-વ્હીલર સ્કીમનું લોન્ચીંગ કરશે

વડાપ્રધાન મોદી ચેન્નઈની મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસમાં તેઓ મહિલાઓ માટે ટુ-વ્હીલર ખરીદવા ૨૫ હજારી સબસીડીની રાજય સરકારની યોજનાનું લોન્ચીંગ કરશે.

આ યોજનાને અમ્મા ટુ-વ્હીલર સ્કીમ નામ આપવામાં આવ્યું છે. મોદીના ચેન્નઈ પ્રવાસ દરમિયાન સાઉથ ઈન્ડિયાના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શકયતા છે.

નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ્ દ્વારા તાજેતરમાં વડાપ્રધાન મોદીને અન્ન ડીએમકેના બે જુ વચ્ચે સમાધાન માટેના સ્ત્રોત ગણાવ્યા હતા. જયલલીતાના અવસાન બાદ અન્ના ડીએમકેમાં બે ફાડીયા પડી ગયા છે. માટે આ પક્ષ સાઉ ઈન્ડિયામાં નબળો પડયો હોય તેવી ચર્ચા છે.

ત્યારે મોદીનો ચેન્નઈ પ્રવાસ સાઉ ઈન્ડિયાના રાજકારણમાં નવા સમીકરણો રચે તેવી ધારણા સેવાઈ રહી છે.

સનિક ચૂંટણીઓ બાદ ભાજપને ટેકો આપવો કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે તેવું તાજેતરમાં પનીરસેલ્વમે કહ્યું હતું.

વડાપ્રધાન મોદીના હામાં સત્તા આવી ત્યારે જયલલીતા એનડીએી દૂર રહ્યાં હતા. તેઓ કયારે અને કોને ટેકો આપશે તેના પર હંમેશા પ્રશ્ર્નો ઉઠયા હતા.

સાઉ ઈન્ડિયાના રાજકારણમાં પગદંડો જમાવવા માટે અન્ના દ્રમુખનો ટેકો ભાજપને જરૂરી છે. જયારે સત્તા ટકાવી રાખવા અન્ના દ્રમુખને ભાજપની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.