Abtak Media Google News

આજે મહાત્મા ગાંધીજીની 71મી પુણ્યતિથિ પર સુરત શહેરમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 636 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અર્થે પીએમ મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. અને પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતેથી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત 1058 કરોડના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધન કરવા જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયાને સુરત શહેર સશક્ત કરી રહ્યું છે. આવનારો સમય સુરતનો જ છે.

પીએમ મોદી સંબોધનની શરૂઆતમાં સુરતના પોંક અને ઊંઘિયુના સ્વાદની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે બાપુની પુણ્યતિથિ છું. કર્મયોગીનું આ શહેર સુરતથી હું બાપુને શ્રદ્ધાસુમન કરું છું. સુરત સાથે બાપુનો અનેરો નાતો રહ્યો છે. સુરતે ગાંધીજીના મૂલ્યોને હંમેશાથી સન્માન્યા છે. સ્વચ્છતા, સ્વાવલંબન કે સ્વદેશી, ગાંધીજીના દર્શનને સુરતે જમીને પર ઉતાર્યા છે. આજે હીરા અને કપડાની સાથે અનેક નાના ઉદ્યોગોથી મેક ઈન્ડિયા ઈન્ડિયાથી આ શહેર સશક્ત કરે છે. સુરતની સ્પીરીટને મજબૂત કરવા માટે આજે સેંકડો કરોડોના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરાયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.