Abtak Media Google News

શિક્ષણ જગતમાં ગ્રંથાલયનું ખૂબ મહત્વ, ગ્રંથપાલોની જગ્યા તાકિદે ભરવાની માંગ ઉઠાવતું ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પરિષદ

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પરિષદ ગાંધીનગરના ઉપાધ્યક્ષ ડો. મહેશ કે. સોલંકી અને અન્ય પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રૂબરૂ મુલાકાત દરમ્યાન, ગુજરાત રાજયના સરકારી શાળા કોલેજો યુનિવર્સિટીઓમાં છેલ્લા ૨૨ વર્ષથી ખાલી રહેલી ગ્રંથપાલોની ભરતી પ્રક્રિયા યું.જી.સી, એ.આઈ.સી.ટી.ઈ.નાધારાધોરણ મુજબ, ગ્રંથપાલને શિક્ષક સમકક્ષ ગણી તે મુજબના પગાર ધોરણમાં સત્વરે ભરતી પ્રક્રિયા થાય તે માટે નમ્ર રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં જણાવવામાં આવ્યુંહતુ કે, આપણા રાજયમાં ૨૫૦થી વધુ કોલેજો તથા ૨૫૦૦થી પણ વધુ શાળાઓમાં જે નિયમ મુજબ ગ્રંથપાલની જગ્યાઓ ભરવી જોઈએ તે છેલ્લા બાવીસેક વર્ષથી ભરાયેલ નથી, જયારે મુખ્યમંત્રી ખુદ તાજેતરમાં અમદાવાદમાં થયેલ પુસ્તક મેળાના ઉદઘાટનમાં એમ કહેતા હો કે દરેક શાળા કોલેજોમાં પુસ્તકાલયો હોવા જોઈએ તો તેના માટેના ગ્રંથપાલો કેમ ન હોવા જોઈએ? શું આ વાત ફકત પુસ્તક મેળામાં કહેવા પુરતી સીમીત છે? રાજયમાં યુનિવર્સિટીમાંથી દર વર્ષે સ્નાતક અને અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરતા તેમજ નેટસ્લેટ અને પી.એચ.ડી.ની. લાયકાત ધરાવતા આશરે ૧૫૦૦૦ ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયાના અભાવે બેરોજગાર છે.જે વાતથી પણ વાકેફ કરાયેલ હતા વડાપ્રધાનના વાંચે ગુજરાત પ્રકલ્પને સાર્થક કરવા, ડીજીટલ ઈન્ડિયા, સ્માર્ટ ઈન્ડિયાના સ્વપ્નને પૂર્ણ કરવા ગ્રંથપાલો જ વિશ્વભરની માહિતીનું આદાન પ્રદાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કરી અને સમર્થ ભારત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

રૂબરૂ મુલાકાત સમયે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પરિષદના વિવિધ જિલ્લાનાં અન્ય પ્રતિનિધિઓ સર્વે ડો.તેજસ શાહ, ડો. ગુલામનબી મસુ, મહેશ કે. સોલંકી, દિપીકાબેન, રશ્મીબેન, ભાવેશ રાવલ તેમજ ગુજરાતનાં વિવિધ સ્થાનોએથી આવેલ લાઈબ્રેરી સાયન્સના મોટી સંખ્યામાં કવોલીફાઈડ બેરોજગાર ઉમેદવારો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.