Abtak Media Google News

હવે બિલ્ડરો મકાન ખરીદનારને ધુંબો નહીં મારી શકે

કેન્દ્ર સરકાર નાદારીના કાયદામાં ઘરખમ ફેરફારો કરવા જઈ રહી છે. કોઈ પ્લાન દ્વારા કે પછી બેંક લોન લઈને સરકાર કે સામાન્ય પબ્લીકને ધુંબો મારી જનાર બિઝનેસમેન સામે હવે સરકાર કડક વલણ દાખવશે.

રિયલિટી સેકટરમાં કંપનીઓના ડુબવાની સ્થિતિમાં હવે સંપતિની નિલામીમાં બેંક પોતાનો હિસ્સો રાખતી હતી પરંતુ હવે ખરીદનાર પણ હિસ્સો રાખશે. ઉલ્લેખનીય છે કે ગ્રેટર નોઈડા સહિત તમામ જગ્યાએ ઉભા થઈ રહેલા ફલેટ કે બિલ્ડીંગ કંપનીઓ ડુબી ગઈ છે. જેમાં હોમ બાયર્સના પૈસા ફસાયેલા છે.

એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, એવા મામલા સામે આવી રહ્યા છે કે ઘણા બિલ્ડર કંપનીઓને રહેણાંક યોજના માટે પોતાના પૈસા કોઈ અન્ય પ્રોજેકટમાં લગાવી દે છે અને તેની પાસે પૈસા નથી એવામાં ઘર ખરીદનારને ઘર મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. સરકારે ઈન્સોલ્વસી એન્ડ બેંક કરપ્શી કોડ અંતર્ગત આવી સમસ્યાનું નિરાકરણ કરવા ત્રણ માપદંડ બતાવાયા છે. પહેલો એ કે કંપની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. જો કંપની વાત ન કરે તો નિશ્ર્ચિત સમય બાદ તેની સંપતિ જપ્ત કરી લેવાય અને કંપની જો નાદારી નોંધાવી દેતો તેની પુરી સંપતિ જપ્ત કરી તેને વેચી તુરંત વેચી નખાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.