કોરોના મહામારીથી ગુજરાત સહિત દેશ-દુનિયાના લોકો મુકત થાય તેવી પ્રાર્થના અર્ચના કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સૌની ભગવાન સોમનાથ મંદિરમાં વિડીયો કોલીંગી કર્યા દર્શન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાના કહેરી ગુજરાત સહિત દેશ-દુનિયાના સૌ કોઇ ત્વરાએ મુકત થાય તેવી ર્પ્રાના અર્ચના ભગવાન સોમના દાદાના ચરણોમાં વિડીયો કોલીંગ ઇ-સંકલ્પી કરી હતી.  મુખ્યમંત્રીએ શનિવારે સવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સનેી વિડીયો કોલીંગ કરીને સોમના દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી પૂજન અર્ચન અને ઇ-સંકલ્પ કર્યા હતા. તેમણે કોરોનાની આ મહામારીમાંથી સમગ્ર માનવજાત ત્વરાએ મુકત થાય તેમજ ગુજરાત સહિત દેશમાં જનજીવન ઝડપી પૂર્વવત થાય અને સૌની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે, સ્વાસ્થ્ય સારૂં રહે તેવી વાંચ્છના પણ આ વિડીયો કોલીંગ ઇ-સંકલ્પ વેળાએ સોમના ભગવાન સમક્ષ પ્રાર્થનાથી કરી હતી.

Loading...